તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Internationally India Has Become More Necessary To Increase Nuclear Research Dr Rajagopal Chidambaram 041132

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે ન્યુક્લિયર રિસર્ચમાં વધારો કરવો વધુ જરૂરી બન્યો છે : ડૉ.રાજગોપાલ ચિદમ્બરમ્

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેકનોલોજીનો વિકાસ જ દુનિયામાં પ્રગતિની રાહ નક્કી કરશે. ભારતમાં શરૂઆતના વર્ષોમાં જે અણુશક્તિ યુરેનિયમથી મળતી એટલા જથ્થામાં પ્લુટોનિયમ તેનાથી પચાસ ગણી શક્તિનું સર્જન કરે છે. એ બીજી અથવા સેકન્ડરી કક્ષાનું ઇંધણ ગણાયું. વધુ ટેક્નોલોજીના વિકાસ સાથે, યુરેનિયમ 233 જે વાસ્તવમાં થોરિયમ 232નું સ્વરૂપ બ્રીડર રિએક્ટર મળે છે, તે છસો ગણી શક્તિનું ઉત્સર્જન કરે છે. ભારતમાં થોરિયમ સહજ પ્રાપ્ય છે માટે ભવિષ્યમાં આણ્વીક ઊર્જા મેળવવી સહેલી હશે. 2030 સુધી ભારતમાં ઔદ્યોગિક ધોરણે એટોમિક એનર્જીનું નિર્માણ થશે. અાંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે તેના ન્યુક્લિયર રિસર્ચનાં કાર્યો વધારવા જોઈએ. તેમ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે અણુવૈજ્ઞાનિક પદ્મવિભૂષણ ડૉ. રાજગોપાલ ચિદમ્બરમે જણાવ્યું હતું.

શહેરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે પદ્મવિભૂષણ વૈજ્ઞાનિકે ભારતની ન્યૂક્લિયર રિસર્ચ ક્ષેત્રની સ્થિતિ અને સોર્સ જણાવ્યાં
કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે ઉપસ્થિત રહેલા ડૉ ચિદમ્બરમ તથા અન્ય સાયન્સ ક્ષેત્રના મહાનુભાવો.

સ્કૂલના વિદ્યાર્થીઓમાં સિંચન માટે ડૉ.રાજગોપાલ ચિદમ્બરમ સાથે મેળવ્યાં
દરવર્ષે પ્રાદેશિક કોમ્યુનિટી સાયન્સ સેન્ટર જાણીતા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોને લોકભોગ્ય વિજ્ઞાન વ્યાખ્યાન માટે આમંત્રિત કરે છે. આ કાર્યક્રમાં શહેરની ઊર્મિ, નાલંદા, નવરચના, વિદ્યાની સ્કૂલના આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર રાજગોપાલ ચિદમ્બરમ્ જેઓ ભારત સરકારના દ્વિતિય સર્વોચ્ય પદવી પદ્મ વિભૂષણ મેળવી ચૂક્યા છે. જેમણે ન્યુક્લિયર એનર્જી વિશે અત્યંત બૃહદ વિચારો તમામ ઉપસ્થિતો સમક્ષ રજૂ કર્યા.

તોકામાક રિએક્ટરના પ્રયોગમાં ભારતીય વૈજ્ઞાનીઓનો ફાળો છે
ડૉ. ચિદમ્બરમે કહ્યું હતું કે, ઘણા ક્ષેત્રોમાં આણ્વીક ઊર્જા મહત્વનું કામ કરશે. ભારતને ઘણો વિકાસ સહજ શક્ય છે. ન્યૂક્લિયર ફીઝિસિસ્ટ વૈજ્ઞાનીકનો મૌલિક વિચાર અને તેનો સરળ દેખાતો સિદ્ધાંત ડિઝાઇન કરતા ઇજનેર માટે ભયાનક સપના જેવો હોય છે. જર્મનના તોકામાક રિએક્ટરના સંપૂર્ણ પ્રયોગમાં ભારતીય વૈજ્ઞાનિકોનો અગત્યનો ફાળો છે.

1998માં પોખરણ ખાતે ન્યુક્લિયર બ્લાસ્ટનો પ્રયોગ અણુ ઊર્જા વિભાગના ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમની આગેવાનીમાં થયો હતો
પરિણામના ભયથી રિસર્ચ જ ન કરવું તે ખોટી બાબત છે
પરિણામના ભયથી રિસર્ચ નકરવું એ ખોટી બાબત છે. શક્ય તેટલા પ્રયોગો કરી, અવનવું શોધવું જોઈએ. શક્ય એટલી કાળજીથી ન્યુક્લિયર પ્રયાગો થવા જોઈએ. તેમણે છેક પર્યાવરણ, માનવ જીવન, સ્વાસ્થ, દેશનો વિકાસ-સમસ્યાઓનો વૈજ્ઞાનિક રીતે ઉકેલ મળી શકે છે. અાંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે તેના ન્યુક્લિયર રિસર્ચનાં કાર્યો વધારવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...