તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફુલ મેરેથોનમાં ઇન્ટરનેશનલ રનર્સની વિનર સ્ટ્રેટેજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિનિશ લાઇનથી 21 કિમી દૂર એક સાથે

ફિનિશ લાઇનથી 2 કિમી દૂર છૂટા પડી 1st

સિટી રિપોર્ટર | વડોદરા

6 જાન્યુઆરીએ સવારે 5.40 કલાકે શહેરના નવલખી મેદાન ખાતેથી 42.2 કિલોમીટરની વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ફુલ મેરેથોનમાં 293 દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની મેરેથોનમાં ઇથોપિયા અને કેન્યાથી 10થી વધુ દોડવીરો પ્રથમવખત આવ્યા હતા. અનેક મેરેથોનમાં સાથે દોડતા આ રેસર્સ મેરેથોન પહેલા કોણ જીતશે તે નક્કી કરીને આવતા હોય છે તેવું ભાસ્કરને જાણવા મળ્યું હતું. ત્યારે આ બાબતે જાણવા 42 કિ.મી સુધી તેમની સાથે જઇ સત્ય જાણવાનો પ્રયાસ થયો હતો. 33 વર્ષીય કેન્યન દોડવીર વેસ્લીય કેમ્બોઇ 5 વખત ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લઇ ચુક્યો છે, જેણે 2.21.17 સેકન્ડમાં વડોદરા મેરેથોન પૂર્ણ કરી વિજય મેળવ્યો છે. 3 વખતે મેરેથોનમાં ભાગ લઇ ચૂકેલ 28 વર્ષીય ઈથોપિયન રનર ર્જમેવ મુલુગેટાએ 2.21.35 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને બીજો ક્રમ જયારે 4 મેરેથોનમાં ભાગ લઇ ચૂકેલ 19 વર્ષીય ઈથોપિયન રનર કીડને મુલુગેટા 2.21.47 સેકન્ડમાં રેસ પતાવીને ત્રીજા સ્થાને વિજેતા થયો હતો. આ ત્રણે દોડવીરો 40 કિલોમીટર સુધી એકસાથે દોડી રહ્યા હતા. ઇન્સ્ટ્રક્ટરે હવે રેસ 2 કિ.મીમાં પૂરી થશે તેમ કહેતાં, ત્રણે રનરની આંખોએ એક બીજા સાથે વાત કરી, અચાનક બે ડગલાનું અંતર અડધા કિ.મીએ પહોંચ્યું. ફિનીશ લાઇન પર ત્રણેય 12થી 18 સેકંડના તફાવતે પહોંચ્યા હતા. અને 1,2,3 ક્રમ મેળવ્યો હતો.

40 કિમી સાથે રહ્યા, છેલ્લા 2 કિમીમાં અચાનક છૂટા પડ્યા
ફિનિશ લાઇનથી 2 કિમી દૂર છૂટા પડી 2nd

ફિનિશ લાઇનથી 7 કિમી દૂર એક સાથે

ફિનિશ લાઇનથી 2 કિમી દૂર છૂટા પડી 3rd

અન્ય સમાચારો પણ છે...