• Gujarati News
  • National
  • Vadodara News Instead Of Years Old Mansion There Will Be A Commercial Complex 075008

વર્ષો જૂની હવેલીની જગ્યાએ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના અેમ.જી. રોડ પર નરસિંહજીની પોળમાં અાવેલ ગોપાલલાલજીની હવેલી હવે ઇતિહાસ બની જશે.

નરસિંહજી પોળમાં આવેલી ગોપાલલાલજી મંદિરની મિલકત રૂા.1.30 કરોડમાં વેચાઈ
સિટી રિપોર્ટર | વડોદરા

એમજી રોડ સ્થિત નરસિંહજીની પોળમાં આવેલી ગોપાલલાલજી મંદિરની ત્રણ મજલી ઇમારતને ખાનગી બિલ્ડરે રૂ.1.30 કરોડમાં ખરીદી હોવાનું વૈષ્ણવ સમાજ દ્વારા જાણવા મળ્યું છે. બિલ્ડર દ્વારા આ હવેલી તોડીને ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બંધાશે. ચાર દરવાજા વિસ્તારમાં આવેલી નરસિંહજીની પોળમાં ગોપાલાલજીનું પૌરાણિક મંદિર આવેલું છે. પરંતુ નરસિંહજીની પોળ તેમજ ચાર દરવાજા વિસ્તારમાં હવે કોમર્શિયલ બની જતાં વૈષ્ણવ સંપ્રદાયનું મહત્ત્વ ઘટી જતાં હવેલીના સંચાલક અને કાંકરોલી પીઠના રવિકુમાર ગોસ્વામીએ આ હવેલી વેચવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે તેમને આ ત્રણ મજલી ઇમારત ઘડિયાળી પોળના બિલ્ડર ભૂપેન્દ્ર શાહના દીકરા ક્રિષ્ણા શાહને રૂ.1.30 કરોડમાં વેચી હોવાનું મનાય છે,જ્યારે હવેલીમાં સ્થાપિત શ્રી કૃષ્ણની મૂર્તિ અન્ય મંદિરમાં રખાઇ હોવાનું જ્યારે રવિકુમાર ગોસ્વામી અને પરિવાર અલકાપુરીની કુંજ સોસાયટીમાં રહેવા ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે ઉલ્લેખનિય છે કે, વરસો પહેલાં વસેલા શહેરમાં કાંકરોલી પીઠના વૈષ્ણવચાર્યો શહેરમાં વિવિધ વિસ્તારોમાં હવેલીઓ ધરાવે છે. આ હવેલીઓમાં શ્રી કૃષ્ણની સ્થાપના કરી વૈષ્ણવાચાર્યો ત્યાં જ નિવાસ કરી ભગવાનની સેવા-પૂજા કરે છે.

અન્ય સમાચારો પણ છે...