તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News Instead Of Nadiad A Man Who Reached Maninagar Died On The Way To Get Off The Tray 080037

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદના બદલે મણિનગર પહોંચી ગયેલા યુવકનું ચાલુ ટ્રેને ઉતરવા જતાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળ નડિયાદના અને હાલમાં વડોદરામાં રહેતાં 37 વર્ષીય યુવકનું મણિનગર પાસે ટ્રેનમાંથી પડી જવાથી મોત નિપજ્યું હતું. યુવકને બે દિવસ પહેલા વડોદરામાં નોકરી મળી હતી, શનિ-રવિ રજા હોવાથી તે વડોદરાથી ટ્રેનમાં નડિયાદ પરત આવી રહ્યા હતો. જોકે ઊંઘ આવી જતાં તે નડિયાદના બદલે મણિનગર પહોંચી ગયો હતો. ઊંઘમાંથી જાગી ઉતાવળમાં નીચે ઉતરવા જતાં તેનો પગ લપસી જતાં નીચે પટકાયો હતો, જેમાં ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજ્યું હતું.

નડિયાદના રહેવાસી અને છેલ્લા એકાદ વર્ષથી વડોદરામાં રહેતા અમિત અશ્વિનભાઇ પંડ્યા (ઉં.વ.37) શનિવાર - રવિવારની રજાના દિવસે માતા-પિતાને મળવા નડિયાદ આવી રહ્યા હતા. તેઓ વડોદરાથી ગુજરાત ક્વિન ટ્રેનમાં નડિયાદ આવવા બેઠા હતા. તેઓને ઝોકું આવી જતાં ગાડી નડિયાદ સ્ટેશનથી ઉપડી ગઇ હતી. અમદાવાદ નજીક આવવા આવ્યું ત્યારે એકાએક અમિતની ઊંઘ ઊડી અને તેણે સામેના પ્લેટફોર્મ પર (નડિયાદ તરફ જતી) ટ્રેન જોઇ હતી. આથી ઝડપી ઉતરી બીજી ટ્રેનમાં બેસવા માટે તે ઉતાવળે ટ્રેનમાંથી ઉતરવા ગયા હતા. ટ્રેનમાથી ઉતરવા જતા જ તેઓ જમીન પર પટકાયા હતા. ગંભીર ઈજા થતાં સામાજિક કાર્યકર હર્ષદ પટેલે તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

પરિવારના જણાવ્યા મુજબ, અમિતે નડિયાદ ઘરે આવી રહ્યા હોવાની માતાને ફોનથી જાણ કરી હતી, આથી માતા પુત્ર અમિત થાકીને આવશે એટલે નાહીને ફ્રેશ થશે એમ વિચારીને તેના કપડાં તૈયાર રાખ્યાં હતાં.

અમિત પંડ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો