તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરખના હુમલામાં ઘાયલ યુવકની SSGમાં સર્જરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે મોડી સાંજે છોટાઉદેપુર જિલ્લાના ઝાબ નરવનીયા રોડ પરથી પસાર થઇ રહેલા જેસીંગભાઇ રણછોડભાઈ નાયકા (ઉં.વ.55) પર જરખે હુમલો કર્યો હતો. જેમને જાંબુઘોડા સી.એચ.સી ખાતે સારવાર આપ્યા બાદ મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં રાતભરમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને શનિવારે સવારથી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. જોકે, બપોરે તેમના સંબંધીઓ હોસ્પિટલમાંથી રજા લઈને અન્ય જગ્યાએ સારવાર માટે લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...