તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મશીનના પટ્ટામાં હાથ આવી જતાં ઘાયલ કર્મચારીનંુ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ ખાતે અાવેલી ઇનોવેટીવ ટાયર કંપનીના મશીનના પટ્ટામાં હાથ અાવી જતા અકસ્માત સર્જાયો હતો અને યુવાન ગંભીર રીતે ઘવાયો હતો.હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે.

પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકામાં અાવેલા વાવ ગામના નવા ફળિયામાં 25 વર્ષિય સંદિપ શંકરભાઇ બારીયાર રહેતો હતો.સંદિપ હાલોલ ખાતે અાવેલી ઇનોવેટીવ ટાયર કંપનીમાં કામ કરતો હતો.રોજની જેમ રવિવારે કંપનીમાં કામ વેળાએ સંદિપનો હાથ મશીનના પટ્ટામાં અાવી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા તેના હાથ તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી.ગંભીર રીતે ઘાયલ સંદિપને રવિવારે સાંજે 6:30 કલાકે સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.સારવાર દરમિયાન 11 નવેમ્બરના રોજ 2:10 કલાકે તેનું મોત નિપજ્યું હતું.અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સંદિપ બારીયારના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં અાવ્યો હતો.બનાવની નોંધ લઇને કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...