તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News India39s 8th And Uzbekistan39s Royal Textiles Revived In Vadodara 080032

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની 8 અને ઉઝબેકિસ્તાનના રોયલ ટેક્સટાઇલને વડોદરામાં રિવાઇવ કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાફ્ટ ડીઝાઇન સોસાયટી, અમદાવાદ અને વડોદરાના રાજવી પરિવારના સંયુક્ત ઉપક્રમે પાંચમા વોકીંગ હેન્ડ ઇન હેન્ડ રોયલ ટેક્સટાઇલ્સ ઓફ ઇન્ડીયા ફેશનશો યોજવામાં આવ્યો હતો. જેમાં ભારતના 8 રાજ્ય અને ઉઝબેકીસ્તાનના કારીગરોના ક્રાફ્ટ પ્રદર્શિત કરાયા હતાં. આ શોમાં ભારતના ભુતકાળના ઉત્કૃષ્ટ શાહી વસ્ત્રોને ફરીથી જીવંત કરાયા હતાં. જેમા મુખ્યત્વે ગાયકવાડ પરીવારની બરોડા શાલુ સાડી 70 વર્ષ પછી જીવંત કરવામાં આવી હતી. ક્રાફ્ટના કારીગરોને પણ ડીઝાઇનર્સ સાથે રેમ્પ પર સન્માનીત કરાયા હતા. શોમાં USA, કેનેડા, ઓસ્ટ્રીયા, હોંગકોંગ, મલેશીયા, સિંગાપોર, થાઇલેન્ડ અને ઉઝબેકીસ્તાનના ડીઝાઇનર્સ હાજર રહ્યા હતા. વડોદરાના મહારાણી રાધિકારાજેને સીડીએસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા.

ફેશન શોમાં દેશની ટોચની મોડલ્સે રોયલ પોશાક પહેરી રેમ્પ પર વૉક કર્યું
ફેશનનું નામ : બરોડા શાલુ

વિશેષતા : બરોડાની રોયલ સ્ટાઇલ બરોડા શાલુ છે. જે 70 વર્ષ જૂની છે. તેને બનારસના આર્ટિઝન સઇદ ઉલ રહેમાન અને રાજમાતા તથા આશિફ શેખે ડિઝાઇનીંગ કરીને ફરી જીવંત બનાવી છે. જેને રેમ્પ પર પ્રદર્શિત કરવામાં આવી હતી.

ફેશનનું નામ : ઉપાડા

વિશેષતા : ઉપાડા એ આંધ્રપ્રદેશની સ્ટાઇલ છે. જે ડિઝાઇનર જ્યોતિ રેડ્ડી દ્વારા અાર્ટિસન અસાપુ વિશ્વેશ્વરા રાવના માધ્યમથી રિવાઇવ કરવામાં આવી હતી. જેને મોડેલ દ્વારા રેમ્પ પર પ્રદર્શિ કરવામાં આવી હતી.

ફેશનનું નામ : કાંજીવરમ

વિશેષતા : કાંજીવરમ

તામિલનાડુની સ્ટાઇલ છે. જે યુએસએના ડિઝાઇનર શેફાલી ખન્ના દ્વારા કે.રાજારામ અને આર.શંકર થકી રિવાઇવ કરવામાં આવી હતી. જેને મોડેલ દ્વારા રેમ્પ પર દર્શાવવામાં આવી હતી.

ફેશનનું નામ : જામેવર

વિશેષતા : જામેવર કાશ્મીરની સ્ટાઇલ છે. જે ડિઝાઇનર અશફ અલી દ્વારા આર્ટિસન મકબુલ શેખના માધ્યમથી રિવાઇવ કરવામાં આવી છે. જે એક શાલ છે. જેને મોડેલ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કરવામાં આવી હતી.

ફેશનનું નામ : કોટા ડોરીઆ

વિશેષતા : આ રાજસ્થાનની રોયલ સ્ટાઇલ છે. જેને આર્ટિસન મુસ્તાકીમ કચારા અને ડિઝાઇનર વિધિ સિંઘાનીયાએ રીવાઇવ કરી છે.

ફેશનનું નામ : પટ્ટચિત્ર

વિશેષતા : ઓરિસ્સાના મહારાણી મિનલકુમારી સિંગ દ્વારા આર્ટિસન રશ્મિરંજન મહાપાત્ર અને દેબબ્રતા બહેરા થકી ઓરિસ્સાની રોયલ સટાઇલ પટ્ટચિત્રને ફરી રિવાઇવ કરી હતી. જેને રેમ્પ પર મોડેલ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી.

ફેશનનું નામ : ઇકાત

વિશેષતા : ઇકાત

એ ઉઝબેકિસ્તાનની સ્ટાઇલ છે. જે ડિઝાઇનર આશિફ શેખે આર્ટિસન અઝિઝ બેગ, મુર્તા ઝાએવ દ્વારા રિવાઇવ કરાવી હતી. જેને મોડેલ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કરવામાં આવી હતી.

ફેશનનું નામ : પૈઠણી

વિશેષતા : પૈઠણી એ મહારાષ્ટ્રની સ્ટાઇલ છે. જે ડિઝાઇનર બેલા સંઘવી દ્વારા આર્ટિસન લલિત દિગંબર ભાણગેના માધ્યમથી રિવાઇવ કરવામાં આવી હતી. જેને મોડેલ્સ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કરવામાં આ‌વી હતી.

ફેશનનું નામ : અસવાલી બ્રોકેડ

વિશેષતા : અસવાલી બ્રોકેડ રાણી દર્શનાકુમારી, ગીતાંજલી શાહ અને પ્રિયાંજલી કટોચ દ્વારા આર્ટિસન પરેશ પટેલના માધ્યમથી રિવાઇવ કરવામાં આવી હતી. જેને રેમ્પ પર પ્રદર્શિત કરવામાં અાવી હતી.

બરોડા શાલુ સાડી 70 વર્ષ પછી જીવંત થઇ
1920-30માં રાજવી પરીવાર સાથે ઘણા કારીગરો જોડાએલા હતા. પરંતુ ભારત સ્વતંત્ર થયા બાદ બ્રીટીશ સાશનનો અંત આવ્યો. ત્યારબાદ રજવાડાઓનું ભારતીય સંઘમાં જોડાણ થવાથી પૂર્વ શાસકોની જીવન શૈલીમાં ખુબ મોટા બદલાવ આવ્યા. જેને કારણે ઘણા સુંદર પોષાકોની જરૂરીયાત ઘટતી ગઇ અને પહેલાની જેમ માસ્ટર કારીગરોની માંગ રહી નહી. બરોડા શાલુ કોટન અને જરીની સાળી છે કે જે બનારસના કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. ગાયકવાડ પરીવારના આ અલભ્ય વારસાને જીવંત રાખવા માટે બરોડા શાલુને 70 વર્ષ પછી ફરી જીવંત કરવામાં આવી રહી છે.

આર્ટિઝનને કામની વેલ્યૂ પ્રાપ્ત થતી નથી
ક્રાફ્ટ ડીઝાઇન સોસાયટી, અમદાવાદના ફાઉન્ડર આસિફ શેખે જણાવ્યું હતું કે, ભારતીય વસ્ત્ર હસ્તકળાને દુનિયાના સ્તર પર સુંદર રીતે ફેશનના લેબલ સાથે પ્રદર્શિત કરવા માટેના આંદોલન હેતુથી 2016માં ક્રાફ્ટ ડીઝાઇન સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. ટેક્નોલોજીકલ યુગમાં આર્ટીસ્ટના કામની મશીન દ્વારા કોપી કરવામાં આવે છે અને ડ્યુપ્લીકેટ ક્રાફ્ટ માર્કેટમાં મળતો થયો છે. તેથી હસ્તકલાના કારીગરોને તેમના કામનું શ્રેેય નથી મળતું. પટોળા, અજરખ જેવા ક્રાફ્ટની ડીજીટલ પ્રીન્ટ સાથે તે માર્કેટમાં વેચાય છે. વોકીંગ હેન્ડ ઇન હેન્ડનો મુખ્ય હેતુ એ જ છે કે ક્રાફ્ટના આર્ટીસન્સ ડીઝાઇનર સાથે કામ કરે છે અને તેમને માર્કેટ સાથે જોડવામાં આવે છે. તેમને આંતરરાષ્ટ્રીય ક્રાફ્ટ પ્રદર્શન માટે મદદ કરાય છે.

મહારાણી રાધીકા રાજે ગાયકવાડ

મહારાણી રાધીકા રાજે ગાયકવાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો