તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત-પાક ક્રિકેટ મેચના સટ્ટાનો હિસાબ કરતો સટોડિયો ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે ઇંગ્લેન્ડમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની વિશ્વ કપની મેચમાં ક્રિકેટના સટ્ટાનો હિસાબ કરી રહેલો શખ્સ પીસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. જો કે સટ્ટો રમાડનાર બુકી જીતેન્દ્ર રોહિડા ફરાર થઇગયો હતો. જીતેન્દ્ર રોહિડાનો વર્લ્ડ કપમાં પૈસા બનાવાનો વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ આદરી હતી. વિડીયોમાં વર્લ્ડ કપ પૈસા બનાયેગા મેરે લીયે તેવો ડાયલોગ સંભળાઇ રહ્યો છે.

પીસીબીની ટીમને બાતમી મળી હતી કે જીતેન્દ્ર રોહિડા નામનો શખ્સ વારસીયામાં ભારત-પાકિસ્તાન અને વિશ્વકપની અન્ય મેચોમાં ક્રિકેટનો સટ્ટો રમાડે છે, જેથી પોલીસે વોચ ગોઠવતા શૈલેશ જાદવભાઇ મિસ્ત્રી (રહે, જોયલનગર, ચાણકયપુરી ચાર રસ્તા પાસે) ઝડપાયો હતો. તેની પાસેથી હિસાબનું સાહિત્ય તથા રોકડા 63470 રુપીયા અને 2 મોબાઇલ મળી આવ્યા હતા. જો કે સટ્ટો રમાડતો જીતેન્દ્ર શ્યામલાલ રોહિડા (રહે, દાજીનગર, વારસીયા) ફરાર થઇ જતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

જો કે બુકી જીતેન્દ્ર રોહિડાનો એક વિડીયો વાયરલ થતાં ઉત્તેજના છવાઇ ગઇ હતી. વિડીયોમાં ફોન પર વાત કરી રહેલા જીતેન્દ્ર રોહિડા ના ફોટા સાથે ઓડીયો સંભળાઇ રહ્યો છે, જેમાં વર્લ્ડ કપ પૈસા બનાયેગા મેરે લીયે, અબ તક જીસ ધંધેમે હમને પેસે બનાયે હે, યે 50 ગુના ઉસસે જયાદા પૈસા બના કે હમે દેગા..નામનો ડાયલોગ સંભલાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...