તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News Inauguration Of The Amphitheater Despite Circular Cancellation Of Programs At Univ 075104

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં કાર્યક્રમો રદનો પરિપત્ર છતાં એમ્ફિ થિયેટરનું ઉદ્ધાટન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ.સ.યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીમાં પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રિનોવેટ કરાયેલા એમ્ફી થિયેટરનું ઉદ્ધાટન કરાયું હતું. યુનિ. સત્તાધીશો દ્વારા ગત રોજ કોરોના વાઇરસના કારણે તમામ કાર્યક્રમો રદ કરતો પરિપત્ર કર્યા બાદ ઉદ્ધાટન કરાતાં અાશ્ચર્ય સાથે ચર્ચાનો વિષય બન્યું હતું.

ટેક્નોલોજી ફેકલ્ટીમાં અાવેલા એમ્ફી થિયેટરનું સિવિલ એન્જિનિયરિંગના બેચ 1986-90 ના વિદ્યાર્થીઓ દ્વારા રિનોવેશન કરાયું હતું. પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 20 લાખના ખર્ચે એક વર્ષમાં એમ્ફી થિયેટર રિનોવેટ કરાયું હતું. યુનિ. તંત્ર દ્વારા ગત રોજ કોરોના વાઇરસના પગલે તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા હતા. પરંતુ એક દિવસ બાદ એમ્ફી થિયેટરનો ઉદ્ધાટન સમારોહ રાખતાં અાશ્ચર્ય સર્જાયું હતું અને યુનિ.ની બેવડી નીતિ ચર્ચાનો વિષય બની હતી. સૂત્ર દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવાયું હતું કે, કાર્યક્રમ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા નક્કી કરાયો હતો. એમ્ફી થિયેટરનો ઉપયોગ સત્વરે કરી શકાય તેથી ઉદ્ધાટન કરાયું હતું.

ટેક્નો ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રિનોવેટ કરાયું હતું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો