તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In The Wake Of Navratri The Girls39 Hostel Time Was Extended Till 12 Pm 072659

નવરાત્રીના પગલે ગર્લ્સ હોસ્ટેલનો સમય રાત્રે 12 વાગ્યા સુધીનો કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં નવરાત્રી દરમિયાન વિદ્યાર્થિનીઓને હોસ્ટેલમાં પરત આવવા માટે 1 કલાકની સમય મર્યાદા વધારવામાં આવી છે. 11 વાગ્યાની જગ્યાએ 12 વાગ્યા સુધીનો સમય કરાયો છે. જે વિદ્યાર્થિનીઓએ નવરાત્રીમાં બહાર રહેવું હશે તેમણે તેમના વાલીઓનાે પરવાનગી પત્ર હોસ્ટેલમાં જમા કરાવવો પડશે.

મ.સ.યુનિ.ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ માટે નવરાત્રીના સમયગાળા દરમિયાન 11 વાગ્યે પરત આવી જવા સુધીનો ગેટ પાસ કાઢી આપવામાં આવતો હતો જોકે વિદ્યાર્થી નેતા નિતીનસિંહ બારડે ચીફ વોર્ડનને રજૂઆતો કરી હતી. જેના પગલે વિદ્યાર્થિનીઓ માટે સમય વધારા માટેની મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થિનીઓ માટે નવરાત્રીના સમયગાળા માટે 1 કલાકનો સમય વધારમાં આવ્યો છે. વિદ્યાર્થી નેતાએ પોતાની રજૂઆતોમાં જણાવ્યું હતું કે દરેક ગરબાની શરૂઆત 9.30 વાગ્યે થાય છે ત્યારે વિદ્યાર્થિનીઓને પરત હોસ્ટેલ આવવા માટે 11 વાગ્યા સુધીમાં આવી જવા માટે 10.30 વાગ્યે ગ્રાઉન્ડ પરથી નીકળી જવું પડશે. 12 વાગ્યા સુધીનો સમય હોય તો વિદ્યાર્થિનીઓને પૂરતો સમય મળી શકે.

રાત્રી બિફોર નવરાત્રીની પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનો બચાવ
બીટા ગરબાના ગાયક વૃંદના પર્ફાેર્મિંગ આર્ટ્સમાં પ્રેક્ટિસ કરતા વીડિયોથી િવવાદ
યુનિ.ની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં વોકલ વિભાગમાં બીટા ગરબાના ગાયક વૃંદ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયો છે. વોકલ વિભાગના હેડનો પુત્ર સ્વરીત ભાસ્કર પોતે ગાયક વૃંદ ચલાવે છે અને પ્રેક્ટિસ કરી રહ્યો હોવાનું નજરે પડી રહ્યું છે. ફેકલ્ટીમાં કઇ રીતે ખાનગી ગરબા આયોજકનું ગાયક વૃંદ પ્રેક્ટિટીસ કરી શકે તેના પર સવાલો ઉભા થયા છે. ફેસબુક પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં બીટાના ગરબા માટેની તૈયારીઓ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાજેસ કેલકરે જણાવ્યું હતું કે, પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીને અને વોકલ વિભાગને બદનામ કરવામાં આવી રહ્યાં છે. તમામ આક્ષેપો ખોટા અને પાયા- વિહોણા છે. વિદ્યાર્થીઓ માત્ર રાત્રી બિફોર નવરાત્રીની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...