તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News In The Summer 180 Kundis Were Created In The Forest Areas To Quench The Thirst Of Animals 074050

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળામાં પ્રાણીઓની તરસ છીપાવવા જંગલ વિસ્તારોમાં 180 કુંડી બનાવાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉનાળાની શરૂઆત થતાં જ જંગલ પ્રદેશમાં પાણીની અછત સર્જાતી હોય છે. જેના પગલે વન્ય જીવોને પીવાના પાણીની તકલીફ પડે છે.જેને અટકાવવા માટે વન વિભાગ દ્વારા જિલ્લાના 199 ચોરસ કિલોમીટરના વન વિસ્તારમાં જાંબુઘોડા અભયારણ્યમાં 12 અને રતન મહેલમાં 5 મળી કુલ 17 પવનચક્કી સાથે જોડાયેલી કુંડીઓથી જંગલી જાનવરોને પીવાના પાણીની સુવિધા મળી રહી છે.

નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવીઅે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસું લંબાયું છે અને વરસાદ સારો પડતાં વન વિસ્તારના કુદરતી સ્રાેતોમાં હજુ પાણી ટક્યું છે. તેમ છતાં વડોદરાના વન્ય પ્રાણી વિભાગ દ્વારા જાંબુઘોડા અભયારણ્ય અને રક્ષિત વન વિસ્તારના 140 ચોરસ કિલોમીટરના અને રતનમહાલના 59 ચોરસ કિલોમીટર મળીને કુલ 199 ચોરસ કિલોમીટરના આરક્ષિત વન વિસ્તારમાં વન્ય જીવો ઉનાળામાં તરસ્યા ના રહે એ માટેનાં સમુચિત પ્રબંધો શરૂ કરી દેવાયા છે.

વન વિસ્તારમાં મુખ્યત્વે રીંછ, દીપડા, ઝરખ, નીલગાય, ચોસિંગા અને શિયાળથી નાના કદની લોંકડી મુખ્યત્વે જોવા મળે છે. તેની સાથે જંગલમાં વનિયર, જંગલ બિલાડી, નોળિયા, હનુમાન લંગૂર અને જંગલી ભૂંડ પણ છે. આ તમામને ખાસ કરીને ઉનાળામાં એમના વસવાટની સમીપ પીવાનું પાણી મળે એ માટે ચેકડેમો, કુંડીઓ અને કુંડીઓ સાથેના હેંડપંપ્સ બનાવ્યા છે, જેમાં ઉનાળામાં પાણી ભરવાની યોગ્ય વ્યવસ્થા કરાય છે. બીજી તરફ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જંગલોમાં બોર,પવનચક્કી અને કુંડી ધરાવતી પીવાના પાણીની સંકલિત વ્યવસ્થા પ્રચલિત છે. જેથી ગયા વર્ષે પહેલીવાર મધ્ય ગુજરાતનાં જંગલોમાં પવનચક્કી આધારિત જળ કુંડીઓ બનાવવામાં આવી હતી. જેમાં જાંબુઘોડા અભયારણ્યમાં 12 અને રતન મહાલમાં ૫ મળીને કુલ 17 પવનચક્કી લગાવી હતી, જે અત્યારે પણ કાર્યરત હાલતમાં છે.

ડો.ધવલ ગઢવીઅે વધુમાં જણાવ્યું હતું કે, પવનચક્કી આધારિત પીવાના પાણીની આ વ્યવસ્થાનો ફાયદો એ છે કે હવાથી પવનચક્કી ચાલે છે. એટલે એની સાથે જોડાયેલા બોરમાંથી પાણી આપોઆપ કૂંડીમાં ભરાય છે. અન્યથા કુંડીઓને ભરવા ટેન્કરની મદદ લેવી પડે છે.

જાંબુઘોડા અભયારણ્ય, રતન મહેલ સહિત 17 પવનચક્કી સાથે કુંડીઓ તૈયાર કરાઇ

199 ચોરસ કિલોમીટરના વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા સુવિધા

210 ચેકડેમો, 17 પવનચક્કીઓ, 80 હેન્ડ પમ્પ્સ અને 410 તલાવડીઓ બનાવાઈ છે

ડો.ધવલ ગઢવીના જણાવ્યા અનુસાર, વન્ય પ્રાણી વિભાગ દ્વારા વડોદરાના કાર્યક્ષેત્ર હેઠળના જંગલ વિસ્તારમાં વન્ય જીવોને પીવાના પાણીની સુવિધા માટે અંદાજે 180 પાણીની કુંડીઓ, 210 ચેકડેમો, 17 પવનચક્કીઓ, 80 હેન્ડ પમ્પ્સ, 70 ચેકવોલ્સ અને 410 જેટલી તલાવડીઓ બનાવવામાં
આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો