કર્ણાવતી ટ્રેને પરત મોકલેલો રેક ઇન્ટર્સિટીમાં લાગતાં હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

વલસાડ -દાહોદ ઇન્ટર્સિટીમાં એલએચબી કોચના રેકથી મુસાફરોને હાલાકીમાં વધારો થયો છે. રેલવે દ્વારા આ ટ્રેન માટે કર્ણાવતી ટ્રેન માટે ફાળવેલો અને વિરોધ બાદ પરત ખેંચેલો રેક શરૂ કરતાં વલસા઼ડ-દાહોદમાં આવતા એ.સી. કોચ બંધ થયા છે. જે અંગે ઝેડઆરયુસીસી સભ્ય દ્વારા કોચ વધારવા માટે માગણી કરાઇ છે.

વડાપ્રધાન દ્વારા જનરલ પેસેન્જર ટ્રેન વધારવાની પહેલ કરાઇ છે . જેથી સામાન્ય મુસાફર અને તાત્કાલિક જવાની જરૂર પડે તેવા લોકેાને ટ્રેનમાં સુવિધા મળી રહે. પરંતુ રેલવે બોર્ડ દ્વારા એલએચબી કોચના નવા રેકમાં જૂની સુવિધા બંધ કરી મુસાફરોને હાલાકીમાં ‌વધારો કરવામાં આવી રહ્યો છે. વલસાડ-દાહોદ ઇન્ટર્સિટી ટ્રેન 19 કોચની ટ્રેન હતી. જે ટ્રેનમાં નોકરી -ધંધા માટે મુસાફરી કરનારા પાસ હોલ્ડરો મોટી સંખ્યામાં હોય છે . ટ્રેનમાં જૂના રેકમાં ઉપર બેસવાની વ્યવસ્થા હતી. નવા રેકમાં આ સુવિધા બંધ થતાં ટ્રેનમા અંદાજે 500 મુસાફરો ઓછા સમાવાય છે. હાલ ટ્રેનમાં 18 કોચ આવે છે. તેમાં લેડીઝ અને પાવરનો કોચ હોય છે. હાલમાં શરૂ કરાયેલો રેક થોડા સમય અગાઉ કર્ણાવતી માટે ફાળવેલો રેક વિરોધ થતાં પરત ખેંચવો પડ્યો હતો. ઝેડઆરયુસીસી સભ્ય રાકેશ શાહ દ્વારા રેલવે બોર્ડને પત્ર લખી કોચ વધારવા માંગણી કરાઇ છે. વડોદરા સ્ટેશન પર હાલ રિનોવેશન કામ ચાલી રહ્યું છે. પ્લેટફોર્મ નંબર 1 પર ફોલસીલિંગનું કામ થઇ રહ્યું છે. જેથી વાઇફાઇ બંધ છે. જોકે મુસાફરો દ્વારા આ અંગે રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. ગુરુવારે એક પાસ હોલ્ડર દ્વારા લેખિત ફરિયાદ કરતાં હોબાળો મચ્યો હતો. જોકે રેલવેના કોમર્શિયલ વિભાગ દ્વારા વાત પર ઢાંકપિછોડો કરવા પ્રયાસ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...