તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News In The Pm Kisan Scheme 110 Lakh Farmers Deposited 22 Crore Deposits 033150

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PM કિસાન યોજનામાં 1.10 લાખ ખેડૂતોના ખાતામાં 22 કરોડ જમા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લોકાર્પણ હેઠળ જિલ્લાના 1.10 લાખથી વધુ ખેડુતોના બેંક ખાતામાં રૂ.22 કરોડ જમા કરાયા હતા. રવિવારના રોજ રાજ્યકક્ષાના યોજાયેલા આ કાર્યક્રમના પગલે બેંકોએ પણ રજાના દિવસે પોતાનું કામકાજ ચાલુ રાખ્યું હતું. આ ઉપરાંત સરકારે ઓછા વરસાદની સ્થિતિ ધરાવતા 96 તાલુકાઓમાં 23 લાખ ખેડુતોને રૂ.2200 કરોડ પાકના નૂકશાન પેટે ચૂકવવાનો નિર્ણય લીધો હતો.જેમાંથી રૂ.1600 કરોડ ચુકવી દેવામાં આવ્યું હોવાનું જીલ્લા તંત્રએ જણાવ્યું હતું.

પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં વરણામાંના ત્રિમંદિર સંકુલમાં પીએમ કિસાન યોજનાનો લાભાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ગણપતિસિંહ વસાવાએ ઝણાવ્યું કે, પ્રધાનમંત્રી કૃષિ સહાય યોજના અંતર્ગત નાના-સીમાંત ખેડુતોને રૂ.6000ની સહાય ત્રણ તબક્કામાં મળશે જે તેમને ખાતર, દવા, બિયારણ સહિત કૃષિલક્ષી ખરીદી માટે ઉપયોગી નિવડશે. આ સહાય મળતા ખેડૂતોને વ્યાજખોરો પાસેથી ધિરાણ લેવાની આવશ્યકતા રહેશે નહી. સરકારની વિવિધ સહાયનો લાભ મેળવી ખેડૂતોને ખેતી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો