તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News In The Pledge The Students Caught A Mistake In The Name Of The Event To Be Held 075625

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકલ્પમાં વિદ્યાર્થીઓએ યોજાનાર ઇવેન્ટના નામમાં ભૂલ કરતાં ચર્ચા જામી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની પોલિટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓ આયોજિત સંકલ્પ ઇવેન્ટમાં વિવિધ સ્પર્ધાઓ રખાઇ છે. જેમાં જાહેરાતના બોર્ડ પર સ્પેલિંગ ખોટા લખાતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે યુનિવર્સિટી ગરબા ગ્રાઉન્ડની જેમ શણગારાતા વિદ્યાર્થીઓને ચર્ચા કરવા નવો મુદ્દો મળ્યો હતો.

યુનિની પોલિટેક્નિક કોલેજ ખાતે 30 અને 31 જાન્યુઆરીના રોજ સંકલ્પ ઇવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓની આંતરિક યોગ્યતાનો વિકાસ થાય એવી અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું બોર્ડ વાંચતાની સાથે જ વિદ્યાર્થીઓ જોરજોરથી હસવા લાગ્યા હતા અને બોલ્યા કે યુનિમાં આ વર્ષે ખુલ્લા ઉંદરની (open mice) સ્પર્ધા યોજાશે ! આ સાથે પહેલીવાર LITERAY ઇવેન્ટ થશે જેમાં વિદ્યાર્થીઓ શું કરશે તે ચર્ચાનો વિષય છે.

યુનિ.માં જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ વિષે ચર્ચા કરાશે
ગરબા ગ્રાઉન્ડની જેમ યુનિ.ને શણગારવાનો ટ્રેન્ડ વધ્યો
વડોદરાના ગરબા વિશ્વમાં વખણાય છે ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં જે પ્રકારનું ડેકોરેશન કરવામાં આવે છે તેવું જ વિવિધ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. જે જોઈને વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલી હતી કે ફેકલ્ટીઓને ગરબા ગ્રાઉન્ડની જેમ શણગારવામાં તો આવે છે પણ ડીજે લાવવાની પરમિશન નથી આપવામાં આવતી. તો પછી આ પ્રકારના ડેકોરેશનનો શું મહત્વ રહેશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટર ગુજરાત ચેપટર દ્વારા જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ ધ રોડ હેડ વિષય પર 24 અને 25 જાન્યુઆરીના રોજ સવારના 9.45થી 5.30 કલાક સુધી અટલ બિહારી બાજપેઇ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન સેન્ટર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો