તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In The Paper Case The Guilty Teacher Will Not Be Able To Check A Reply 041514

પેપરલીક કાંડમાં દોષિત શિક્ષક ઉત્તરવહી તપાસી શકશે નહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગત એપ્રિલ મહિનામાં યોજાયેલી વાર્ષિક પરીક્ષાનું વ્યાકરણશાસ્ત્રનું પેપર લીક થયું હતું. જેમાં યોગેશ ત્રિવેદી નામના પ્રાધ્યાપક દોષિત ઠર્યા હોવા છતાં તાજેતરમાં 24 ડિસેમ્બરના રોજ લેવાયેલી ઇન્ટરનલ એક્ઝામમાં તેમને પ્રશ્નપત્ર નીકાળવા, સુપરવિઝન સહિતની કામગીરી સોંપવામાં આવી હતી.

આમ કરીને સંસ્કૃત મહાવિદ્યાલયના સત્તાધીશો દ્વારા યુનિવર્સીટીના નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સાથે સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંજય મહેતાએ કરેલી અવારનવાર રજૂઆતોને પગલે યુનિવર્સીટીના સત્તાધીશો દ્વારા પ્રાદ્યાપક યોગેશ ત્રિવેદીને ઇન્ટરનલ પરીક્ષાની ઉત્તરવહીઓ ચકાસણીની કામગીરીમાંથી ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સંસ્કૃત મહાવિદ્યાલયમાં છેલ્લા ઘણાં સમયથી અેક પછી એક િવવાદો સપાટી પર અાવી રહ્યા છે ત્યારે પેપરલિકમાં સંડોવાયેલા પ્રાદ્યાપકને ફરીથી પરીક્ષાની કામગીરી સુપરત કરતાં હોબાળો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...