તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In The Nri Lopa Dave Case The Builder Was Questioned For 5 Hours By The Police 040645

NRI લોપા દવે કેસમાં બિલ્ડર અપૂર્વ પટેલની 5 કલાક પૂછતાછ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | NRI લોપા દવેના કેસમાં બિલ્ડર અપૂર્વ પટેલની ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે મોડી રાત્રે 5 કલાક પૂછતાછ કરી હતી. ધર્મવીરે દસ્તાવેજ કર્યો તે અેક મહિનાના બેંક એકાઉન્ટોની તપાસ કરતાં અપૂર્વ પટેલ અને તેની સિદ્ધ વિનાયક ફર્મના રૂા.40 લાખ ધર્મવીરના ખાતામાં જમા થયા હતાં. આ નાણાં ધંધાકિય સંબંધના કારણે આપ્યા હોવાનું તેણે કહ્યું હતું. તેમની વચ્ચે 3 વર્ષથી નાણાકિય લેવડ દેવડ થાય છે. 4 વર્ષ પહેલા લગ્નપ્રસંગમાં પોલીસ અધિકારી મહાવીરસિંહ વાઘેલાએ ધર્મવીરની ઓળખાણ કરાવી હતી. જોકે, કોટક મહિન્દ્રા બેંકમાં એન્ટ્રીની વાત પોલીસને ગળે નહિ ઉતરતા શુક્રવારે તેને ફરી પૂછતાછ માટે બોલાવ્યા બાદ તેને જવા દીધો હતો. અગાઉ તેણે 1.75 કરોડ ધર્મવીરના કહેવાથી ધવલને આપ્યા હોવાનું પણ લેખિત જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...