તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન ફાર્મા સામેના ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં 70 લાખ ચૂકવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સન ફાર્મા ગ્રૂપ ના સિનિયર એક્ઝિક્યુટિવ અભય અરવિંદ ગાંધી અને તેમનાં પત્ની કિરણે સેબીમાં ચાલતા ઇનસાઇડર ટ્રેડિંગના કેસનું સેટલમેન્ટ કરી દીધું છે.રેનબક્ષી લેબોરેટરીના વર્ષ 2014માં શેર લીધા હતા.બન્નેએ કુલ 70 લાખ રૂપિયા સેટલમેન્ટ ચાર્જ પેટે ચૂકવ્યા છે.

રેનબક્ષી સાથેનો સંભવિત ડીલના સમયગાળા દરમિયાન શેરમાં ટ્રેડિંગ કરવાને બદલે ઇનસાઇડર ટ્રેડિંગનો મામલો સામે આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સંભવિત ડીલ માટે યુ.પી.એસ.આઇ( અનપબ્લિશ્ડ પ્રાઇઝ સેન્સિટિવ ઇન્ફોર્મેશન)નો સમયગાળો 14,ફેબ્રુઆરીથી લઈ ને 6,એપ્રિલ-14 સુધીનો હતો. દરમિયાન બન્ને દ્વારા શેરમાં ટ્રેડિંગ કરવાને કારણે ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.અભય અરવિંદ ગાંધીએ 454 શેર અને કિરણે 6,770 યુ.પી.એસ.આઇ સમયગાળા દરમિયાન કર્યા હતા.આ મામલે બન્નેને નોટિસ અપાઇ હતી.

સેબીના સેટલમેન્ટ મિકેનિઝમ અંતર્ગત સ્વીકાર્યા વગર અથવા તો અસ્વીકાર કર્યા વગર બન્ને દ્વારા વ્યક્તિદીઠ 35.06 લાખ ભરીને મામલો સેટલ કરવાનો પ્રસ્તાવ કરાતા મંજૂર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...