• Gujarati News
  • National
  • Vadodara News In The Illegal Trafficking Of Animals The Involvement Of Two Patrons 075036

પશુની ગેરકાયદે હેરાફેરીમાં 2 ગાૈરક્ષકોની જ સંડોવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્યને મળેલી બાતમીના આધારે કરજણ ટોલનાકા પાસેથી બે ટ્રકોમાં ઘાસચારો પાણીની વ્યવસ્થા વગર ગળે ટૂંપો દેવા જેવી હાલતમાં 67 પાડાઓ સાથે ચારને ઝડપ્યાં હતાં. જ્યારે સુરતના એક ઈસમ તેમજ કરજણ તાલુકાના અટાલી ગામના સંદીપ ભટ્ટ તેમજ ધાવટ ગામના અક્ષર પટેલ આ બંને કહેવાતા ગૌરક્ષકો ભક્ષક બન્યા છે. પશુઓ ભરેલી ટ્રકોને કરજણ ટોલનાકુ પાસ કરાવવા તેમજ ટ્રકો ના પકડે એ માટે સંદીપ અને અક્ષર બંને ટ્રકના ડ્રાઈવર અને કતલખાને મોકલનાર સાથે ટેલિફોનિક વાતો કરી ટ્રકોને હોટેલ પર સલામત રીતે મૂકી દેવા માટે મદદગારી કરતા હતાં. સંદીપ ભટ્ટ અક્ષર પટેલ તેમજ કતલખાને મોકલાવનાર ઇસમ અને ટ્રકચાલકની વાતચીતનો ઓડિયો પણ વાઇરલ થયો છે.

વડોદરા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્ય દ્વારકેશભાઈ મનસુખભાઈ પટેલને મળેલી બાતમીના આધારે કરજણ ટોલનાકા પાસેથી જીજે 24 વી 65 99 ટ્રકમાં 34 પાડાઓ અને જીજે 8 યુ 29 69 ટ્રકમાં 33 પાડા મળી કુલ 67 પાડા ટ્રકમાં ઘાસચારાની વ્યવસ્થા વગર પાણીની વ્યવસ્થા વગર અને ગળે ટૂંપો દેવાયેલી હાલતમાં સુરત કતલખાને લઈ જતા હતાં. જેમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના દ્વારકેશ ભાઈએ કરજણ પોલીસ સ્ટેશનમાં અયુબભાઈ અબ્બાસભાઈ પીર રહે. વિસનગર સંજય પ્રહલાદભાઈ ઠાકોર રહે. સિદ્ધપુર આરીફભાઈ રફિકભાઈ સિંધી રહે સિદ્ધપુર એજાજભાઈ અયુબભાઈ કુરેશી રહે. સિદ્ધપુર સુરતના રફીક ભાઈ અને કતલખાને પશુઓ લઈ જવા માટે મદદગારી કરનાર કરજણના કહેવાતા ગૌરક્ષકો અક્ષર પટેલ રહે. ધાવટ અને સંદીપ ભટ્ટ રહે. અટાલીના સામે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રાણી ક્રૂરતા અધિનિયમ મુજબ કુલ સાત લોકો સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવર કંડકટર સહિત ચારની ધરપકડ કરી છે.

સંદીપ અને અક્ષરનો ડ્રાઇવરો સાથે સંપર્ક
કરજણ તાલુકાના અટાલી ગામના સંદીપ ભટ્ટ અને ધાવટ ગામના અક્ષર પટેલ બન્ને યુવકો ગૌરક્ષકના બહાના હેઠળ કરજણ ટોલ નાકે ગાયો તેમજ કતલખાને જતી ભેંસો સહિતના પશુઓ ઝડપે છે. આ બંનેનો ટ્રકના ડ્રાઇવર અને પશુઓ મોકલનાર સાથે વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં મંગળવારે રાત્રે આ બંને કહેવાતા ગૌરક્ષકોનો પશુઓ ભરેલી ટ્રકના ડ્રાઇવર સાથે સલામત જગ્યાએ પાર્ક કરવાની અને પોર તરફ એક ટ્રક ઝડપાઈ ગઈ હોવાની અને કોઈ હોટેલ પર કોઈને દેખાય ન એ રીતે પશુ ભરેલી ટ્રક પાર્ક કરવાની વાત થતી હતી. જેનો ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...