તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News In The Hazardous Disposal Of Chemical West There Is A Crime Against The Company Manager 041041

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમિકલ વેસ્ટના જોખમી નિકાલમાં કંપની સંચાલક સામે ગુનો નોંધાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવલી તાલુકાના નાની ભાડોલ ગામે સીમમાં કેમિકલ વેસ્ટ ખાલી કરવાનો ગેરકાયદે વેપલો ચાલતો હોવાની માહિતીના આધારે નાયબ પર્યાવરણ ઇજનેરે દરોડો પાડીને તપાસ કરતાં ચાર ઇસમો સામે નામજોગ અને એક કંપનીના ભાગીદારો સામે સાવલી પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે સૂત્રધારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

વડોદરા જિલ્લામાં કેમિકલ વેસ્ટ નિકાલનું રેકેટ ચાલતું હોવાની બાતમી નાયબ પર્યાવરણ ઇજનેર, વડોદરાને મળી હતી. તેના આધારે માર્ગીબેન યુ. પટેલ, નાયબ પર્યાવરણ ઇજનેર, ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ, વડોદરાએ ગત રોજ સાવલીના નાની ભાડોલ ગામે એક ખેતરમાં છાપો મારતાં એક આઇસર ટેમ્પો ગેરકાયદે વેસ્ટ કેમિકલના બેરલ ભરેલા ખાલી કરતા હોવાનું જણાઇ આવ્યું હતું. પૂછપરછ કરતાં ટુંડાવ ગામે આવેલી સચ્ચિદાનંદ કંપનીનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે. સાવલી પોલીસે નાયબ પર્યાવરણ ઇજનેરની ફરિયાદના આધારે રમેશભાઇ દેવજીભાઇ પરમાર રહે. નાની ભાડોલ તા.સાવલી, અમનખાન પઠાણ, સગીરખાન પઠાણ, દિલશાખાન પઠાણ, સચ્ચિદાનંદ મિનરલ કંપની તથા અન્ય ભાગીદારો મુ.ટુંડાવ તા. સાવલી સામે ઇપીકો 278,284,285,336,114 મુજબ ગુનો નોંધી બિનઅધિકૃત રીતે કેમિકલ કચરો નાખીને પર્યાવરણને પ્રદૂષિત કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મધ્ય ગુજરાતમાં આવેલી વિવિધ કેમિકલ કંપનીઓ દ્વારા જોખમી કેમિકલ કચરો આડેધડ ફેંકવા માટે સાવલી તાલુકો સ્વર્ગ સમાન છે. અવારનવાર પર્યાવરણને જોખમ અને દૂષિત કરનાર પદાર્થો, સળગાવવા અને ફેંકવાના બનાવો સામાન્ય થઇ ગયા છે. અને આ જ પ્રમાણે નાની ભાડોલ ગામે વિશાળ જગ્યામાં આ કેમિકલ જથ્થો મળી આવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે આ ખેતરનો માલિક જીપીસીબીનો પૂર્વ કર્મચારી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તટસ્થ તપાસ કરે તો મોટાં માથાંઓની સંડોવણી બહાર આવે તેમ છે. આ કૌભાંડ વાત પ્રકૃતિ ંડળના સલીમ પટેલના ધ્યાને આવતા તેમણે જીપીસીબીનું ધ્યાન દોર્યું હતું. જે બાદ કાર્યવાહી કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં લાંબા સમયથી કેમિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. અગાઉ દુમાડ પાસેથી ટેમ્પો પકડાયો હતો. તો શહેર નજીકના જાંબુવાની નદીમાં કેમિકલ છોડાતું હોવાનું સપાટી પર આવતા જીપીસીબી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો