તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પારો 40 ડિગ્રી થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | છેલ્લા 3 દિવસમાં ગરમીનો પારો 8.2 ડિગ્રી સુધી ઉચકાયો છે. સોમવારના રોજ પારો 38.4 ડિગ્રી નોંધાયો હતો. હવામાન શાસ્ત્રીઓના મતે એપ્રીલ મહિનાના પ્રથમ સપ્તાહમાં પારો 40 ડિગ્રી સુધી પહોચી જશે બીજી તરફ હવામાન ફોરકાસ્ટ મુજબ મંગળવારના રોજ પારો 38 ડિગ્રી સુધી રહેશે. જ્યારે 1 એપ્રીલ બાદ ગરમ પવનો ફુંકાવાનું ચાલુ થતાં ગરમીમાં વધારો થશે. 27 માર્ચે મહત્તમ તાપમાનનો પારો 30.2 ડિગ્રી હતો, 28 માર્ચે પારો 34.4 ડિગ્રી થયો હતો, 29 માર્ચે પારો 37 ડિગ્રી અને 30 માર્ચે પારો 38.4 ડિગ્રી નોંધાયો હતો.
અન્ય સમાચારો પણ છે...