તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In The Faculty Of Science 40 Of State Students And 50 Of State Outsiders 042149

સાયન્સ ફેકલ્ટીમાં રાજ્યના િવદ્યાર્થીઓને 40 અને રાજ્ય બહારનાઓને 50% એ પ્રવેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં નવા સત્રથી ધોરણ 12 પછી વડોદરા શહેર-જિલ્લા સહિત રાજ્યના વિદ્યાર્થીઓને 40 ટકાએ અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓને 50 ટકાએ પ્રવેશ મળશે. પાદરા કોલેજ ખાતે કોઇ પણ ટકાવારી ધરાવતા વિદ્યાર્થી એપ્લાય કરી શકશે.

સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશના નિયમો બદલી અગાઉ ધોરણ 12 પછી વડોદરા શહેર -જિલ્લાના વિદ્યાર્થીઓને 40 ટકાએ પ્રવેશ મળતો હતો તે યથાવત્ રખાયો છે. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને 50 ટકા ઉપર હોય તો પ્રવેશ મળતો હતો તેની જગ્યાએ તેમને પણ 40 ટકાના સ્લેબમાં લવાયા છે. રાજ્ય બહારના વિદ્યાર્થીઓને અગાઉના નિયમ પ્રમાણે 60 ટકા કે તેથી વધુ હોય તો જ પ્રવેશ અપાતો હતો. જેની જગ્યાએ હવે 50 ટકા કે તેનાથી વધારે હશે તો પ્રવેશ મળશે.

અન્ય સમાચારો પણ છે...