• Gujarati News
  • National
  • Vadodara News In The Economic Buffalo The Young Men Of The New Yard Ate Traps 075005

આર્થિક ભીંસમાં નવાયાર્ડના યુવકે ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | બુધવારે મોડી રાત્રે નવાયાર્ડમાં અેક યુવકે ફાંસો ખાધો હતો. નવાયાર્ડના અમરનગર પાસેના રાજીવનગરમાં રહેતો મહેન્દ્ર ભગુ મારવાડી (ઉવ.30) છૂટક મજૂરી કરતો હતો. કેટલાક સમયથી આર્થિક સંકડામણને લીધે તાણ અનુભવતો હતો. મંગળવારે રાત્રે તેની માતા અને બહેન સામાજિક પ્રસંગે બહાર ગયા હતા ત્યારે ઘરમાં અોઢણી વડે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. મહેન્દ્ર કોઇ વ્યાજખોરના ચંગુલમાં ફસાયેલો હતો કે કેમ કે કોઇ અન્ય કારણ જીવન ટૂંકાવ્યું છે કે કેમ ? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...