તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In The Eastern Area 10 Times In A Month And A Half The Water Line Breaks 074531

પૂર્વ વિસ્તારમાં દોઢ માસમાં 10 વખત પાણીની લાઇનમાં ભંગાણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના આજવા રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં દોઢ મહિનામાં નવ લીકેજ થયાં હતાં અને ગુરુવારે દસમું લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.

શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની સાત લાખ જનતાને પાણી માટે એેક વર્ષ સુધી હેરાન થવું પડ્યું હતું. દૂષિત,પીળું,કાળું પાણી મેળવનારા પૂર્વ વિસ્તારને ત્રણ મહિના સુધી પાણીના પ્રેશરની સમસ્યાનો ભોગ બનવું પડ્યું હતું. આ સંજોગોમાં દોઢ માસમાં પૂર્વ વિસ્તારની પાણીની લાઇનમાં ભંગાણ પડવાનો સિલસિલો ચાલી રહ્યો છે અને ગુરુવારે આજવા રોડ વહીવટી વોર્ડ નંબર 9ની કચેરી પાસેની રામપાર્ક સોસાયટીવાળા રોડ પર જ પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. 45 દિવસમાં એક જ ઝોનમાં પાણીની લાઇનમાં દસ દસ વખત ભંગાણ પડ્યું હોવા છતાં પાલિકાના પાણી પુરવઠા વિભાગ કે ઝોનલ કચેરી તરફથી તેને ગંભીરતાથી લેવામાં આવ્યું નથી. ઉનાળાની ગરમીનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે પાણીની બિસમાર લાઇન તૂટી રહી છે અને તેનો ભોગ રહીશોને બનવું પડી રહ્યું છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા યોગ્ય કામ ન કરાતું હોવાની લાગણી

આજવા રોડ રામપાર્ક પાસે હજારો લિટર પાણી રોડ પર રેલાયું

_photocaption_આજવા રોડ પર વહીવટી વોર્ડ નં.9ની કચેરી સામે રામપાર્ક પાસે ગુરુવારે લાઇનમાં લીકેજને કારણે પીવાના પાણીનો મોટો જથ્થો વેડફાઇ ગયો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...