તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News In The East Zone Rainwater Will Be Wiped Out At A Cost Of Rs 16 Lakh 073623

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ ઝોનમાં રૂા.16 લાખના ખર્ચે વરસાદી ગટર નંખાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના બે ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણનો ઇજારો વધુ ત્રણ મહિના માટે લંબાવી આપવાનો નિર્ણય લેવાયો છે તો તેની સાથોસાથ પૂર્વ ઝોનમાં 16 લાખ રૂપિયાના ખર્ચે વરસાદી ગટર નાંખવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

શહેરના ચારેય ઝોનમાં વરસાદી ગટરના દુરસ્તીકરણ માટે પાલિકા તરફથી ઇજારો આપવામાં આવે છે. જેમાં ઝોન દીઠ 1 કરોડ રૂપિયા વરસાદી ગટરની મરામત પાછળ ફાળવવામાં આવે છે.જે પૈકી ઉત્તર ઝોનમાં અને પૂર્વ ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાની કામગીરી માટે જે તે સમયે કોન્ટ્રાક્ટરોની રિંગ બની હતી અને બંને ઝોનમાં લોએસ્ટ ટેન્ડર પાલિકાના અંદાજ કરતાં 45.99 ટકા ઓછું આવ્યું હતું. 1 કરોડ રૂપિયાની ખર્ચ મર્યાદામાં કરવાની કામગીરી તા.30 નવેમ્બરે પૂરી થઇ હતી અને તેનું બજેટ પણ પૂરું થતાં નવેસરથી કોન્ટ્રાક્ટ કરવાનો વારો આવ્યો છે.

જેથી, આ બંને ઝોનમાં કોન્ટ્રાક્ટરોનો ઇજારો વધુ ત્રણ મહિના માટે લંબાવી આપવાની ભલામણ કરવામાં આવતાં તેને મંજૂરી આપવામાં આવી હતી.તેવી જ રીતે, વહીવટી વોર્ડ નંબર 9માં આવેલા સાંનિધ્ય ટાઉનશિપના ટીપી રસ્તે વરસાદી પાણીનો ભરાવો થતો હોવાથી ત્યાં વરસાદી ગટર નાંખવાનુ સૂચન કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ પાલિકાના અંદાજ કરતાં 42.45 ટકા ઓછા ભાવનું ટેન્ડર આવ્યું હતું. જેથી, રૂા.16.02 લાખના ખર્ચે વરસાદી ગટર નાંખવાની કામગીરી માટે પણ સ્થાયી એ ઠરાવ પસાર કર્યો હતો.

રોડ પર કચરો ફેંકનારા પાસેથી 46 લાખ વસૂલી મીર માર્યો હોવાનો સંતોષ
ઇન્દોરમાં કચરામાંથી CNGનું ઉત્પાદન આપણે હજુ કચરો ક્યાં નાંખવો તે ચિંતા
ઇન્ફ્રા રિર્પોટર| વડોદરા

79માં નંબરે ધકેલાયેલા વડોદરા શહેરને સ્વચ્છ કરવા માટે કાગળના ઘોડા દોડાવવામાં આવી રહ્યા છે. ઇન્દોરમાં કચરામાંથી CNGનું ઉત્પાદન થઇ રહ્યું છે. જ્યારે આપણે હજુ કચરો કયાં નાંખવો તેની ચિંતા કરી રહ્યાં છે.

સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં 79માં નંબરથી વડોદરાને સંતોષ માનવો પડયો હતો.2018માં 44માં નંબરે ધકેલાયા બાદ પણ પાલિકાએ તેના પરથી બોદપાઠ લીધો ન હતો.હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ ત્રણ ભાગમાં આવી છે અને રિકશા-બાઇક પર સવારી કરીને સ્વચ્છતાની ચકાસણી કરી રહી છે. પાલિકાના 12 વોર્ડની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે છેલ્લા 8 મહિનામાં રોડ પર કચરો ફેંકનારા પાસેથી 46 લાખ રૂપિયા વસૂલ કર્યા છે.દેશમાં સ્વચ્છતામાં નંબર 1 શહેર તરીકે ઉભરેલા ઇન્દોરમાં ભીના સૂકા કચરાનુ વર્ગીકરણ કર્યા બાદ ભીના કચરામાંથી સીએનજીનું ઉત્પાદન થઇ રહ્યુ છે. ઇન્દોરમાં બે સ્થળે રોજ 35 ટન ભીના કચરામાંથી 1400 કિલો સીએનજીનું ઉત્પાદન થઇ રહ્યુ છે અને તેના કારણે વર્ષે 25 લાખ રૂપિયાની આવક થઇ રહી છે.200 ટન ભીના કચરામાંથી સીએનજી બનાવવાના પ્લાન્ટનું ટેન્ડર ઇન્દોરે બહાર પાડી દીધુ છે.જોકે, વડોદરામાં કચરાના નિકાલની ચિંતા કોરી ખાઇ રહી છે.

ભારતમાતાની તસવીર આસપાસ જાળાં
શહેરને પશ્ચિમ વિસ્તારને જોડતા સ્ટેશન વિસ્તારના રેલવે ગરનાળાની બહાર મૂકાયેલા ભારત માતાના ફોટાની આજુબાજુ લાગેલા જાળાની સફાઇની પરવા કરવામાં આવી નથી ત્યારે શહેરની સફાઇ ઝુંબેશ સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે.

દરમ્યાનમાં, રેલવે સ્ટેશનના ગરનાળાની બંને બાજુ આગળના ભાગે ભારત માતાનો ફોટો મૂકવામાં આવ્યો છે અને તેમાં સ્માર્ટ સિટીનો લોગો મૂકવામાં આવ્યો છે. સાૈથી ગંભીર બાબત એવી છે કે,આ ફોટાની આજુબાજુ જાળા બાઝી ગયા છે.

ઉત્તરાણ બાદ આરોગ્ય વિભાગની 242 જગાનું પરિણામ જાહેર કરાશે
સાત પેપર માટે 100 વાંધા- સૂચનો આવતા ચકાસણી બાદ પરિણામ જાહેર કરવા કવાયત
ઇન્ફ્રા રિર્પોટર| વડોદરા

પાલિકાના આરોગ્ય વિભાગની 242 જગા માટે લેવાયેલી પરીક્ષાનું પરિણામ હવે ઉત્તરાયણ બાદ જ જાહેર કરવામાં આવશે અને સંભવત: 18 જાન્યુઆરીના રોજ પરિણામ વેબસાઇટ પર મૂકવાનું આાયોજન છે. 7 પેપર માટે 100 જેટલા વાંધા સૂચનો આવતા તેની ચકાસણી કરાઇ રહી છે.

પાલિકાના આરોગ્ય વિભાગની જુદી જુદી કેડરની 242 જગા માટે લેખિતમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ જગા માટે પાલિકામાં 34 હજાર અરજી આવી હતી અને પરીક્ષામાં 11 હજાર દાવેદારો હાજર રહ્યા હતા. સાત કેડરની 242 જગા માટે ઓએમઆર શીટ થકી પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ પાલિકાએ સાચા જવાબો બતાવતી આન્સર કી પણ પાલિકાની વેબસાઇટ પર મૂકી હતી અને દસ દિવસમાં તેને લગતો કોઇ વાંધો હોય તો રજૂ કરવાની સૂચના જારી કરી હતી.

જેના પગલે,પાલિકાને 100 જેટલાં વાંધા- સૂચનો મળ્યાં છે અને તેની ખરાઇ કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.પાલિકાએ આ પૂર્વે ઉત્તરાયણ પહેલાં પરિણામ જાહેર કરવાનું નક્કી કર્યું હતું પરંતુ 100 જેટલાં વાંધા -સૂચનો મળતાં એજન્સી તેની ચકાસણી માટે જોતરાઇ ગઇ છે. જેના પરિણામે, આ પરિણામ 18મીની આસપાસ જાહેર થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો