તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News In The Confusion Of Army Jawan 21000 Cheating Fraud Arrested From Rajasthan 040632

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્મી જવાનના સ્વાંગમાં રૂા. 21 હજારની છેતરપિંડી કરનારની રાજસ્થાનથી ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આર્મી જવાનના સ્વાંગમાં ઓએલએક્સ પર સેકન્ડ હેન્ડ કાર વેચવા મૂકી શહેરના સેલ્સ ઓફિસર પાસેથી પે ટીઅેમ મારફતે રૂા. 21 હજાર ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને અદાલત સમક્ષ રજૂ કરાતાં જ્યુ.મેજિ.એ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

મૂળ રાજકોટના અને હાલ વડોદરામાં રહેતા ભાવીન જશવંત વસાણીને સેકન્ડ હેન્ડ કાર ખરીદવાની હોવાથી ઓએલએક્સ પર સર્ચ કરતાં ઓએલએક્સ પર સેકન્ડ હેન્ડ સ્વિફ્ટ ડિઝાયર કાર જોઇ હતી. તેમણે કાર લેવા માટે મોબાઇલ કરતાં સામેવાળા શખ્સે તે આર્મી જવાન હોવાનું અને તેનું નામ ટીંડાભાઇ હોવાનું જણાવ્યું હતું. આ શખ્સે પોતાની કાર રૂા. 2.50 લાખમાં વેચવાની હોવાનું જણાવી આરસીબુક સહિતના ડોક્યુમેન્ટના ફોટા પણ બતાવ્યા હતા.

ત્યાર બાદ આ શખ્સે પે ટીએમ મારફતે પહેલાં રૂા. 5 હજાર અને ત્યાર બાદ કુલ રૂા.21 હજાર લીધા હતા અને કાર આપી ન હતી.આ કેસમાં પોલીસે આરોપી મહંમદ આશીફ દિલાવરખાન (મૂળ રહે. હરિયાણા)ને રાજસ્થાનના અલવર ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી નાણાં રિકવર કરવાનાં હોઈ તેમજ આર્મીનાં આઇકાર્ડ કેવી રીતે મેળવ્યાં તે દિશામાં પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો