તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News In The Confrontation Of Army Jawan The Sale Of Cars To Olx Was Cheated By 21 Thousand 033511

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્મી જવાનના સ્વાંગમાં OLX પર કાર વેચવા મૂકી 21 હજારની ઠગાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આર્મી જવાનના સ્વાંગમાં ઓએલએક્સ પર સેકન્ડ હેન્ડ કાર વેચવા મૂકી શહેરના સેલ્સ ઓફિસર પાસેથી પે ટીઅેમ મારફતે રૂા. 21 હજાર ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. મૂળ રાજકોટના અને હાલ વડોદરામાં રહેતા ભાવીન જશવંત વસાણી આદિત વિદ્યા કોમ્પ્લેક્ષમાં એશિયન્ટ પેઇન્ટની ઓફિસમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમને સેકન્ડ હેન્ડ કાર ખરીદવાની હોવાથી OLX પર સર્ચ કરતા હતા. ગત 7 ઓક્ટોબરે તેમણે ઓએલએક્સ પર સેકન્ડ હેન્ડ સ્વિફ્ટ ડિઝાયર કાર જોઇ હતી. તેમણે કાર લેવા માટે મોબાઇલ નંબર પર કોલ કરતાં સામે- વાળાએ રાજકોટના ટીંડાભાઇ તરીકે ઓળખ આપી હતી. તે મૂળ રાજકોટનો છે અને હાલ રાજસ્થાન ભીવાડી ગામ ખાતે નોકરી કરતો હોવાનું કહ્યું હતું.

તેણે પોતાની કાર રૂા. 2.50 લાખમાં વેચાણ આપવાનું જણાવી કારની આરસીબુક, સહિતના દસ્તાવેજો તેમજ કાર સાથે ઉભા રહેલો તેનો ફોટો મોકલી સેલ્સ ઓફિસરને વિશ્વાસમાં લીધા હતા. તેણે કાર બતાવવા લઇ આવું પરંતુ મારી પાસે હાલ રૂપિયા નથી તેમ કહી પે ટીએમ મારફતે કુલ રૂા. 21હજાર મંગાવ્યા હતા. તેણે આ રૂપિયા ટોકન એમાઉન્ટ તરીકે ગણવાનું કહ્યું હતું. પણ તે શખ્શ પેટીએમ દ્વારા ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરાવી વાહન નહિ વેચી છેતરપિંડી કરી રહ્યો છે. સેલ્સ ઓફિસરની ફરિયાદથી સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો