તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In The Cctv Footage Of The Standard 10 Examination 15 Suspects Were Arrested 073144

ધોરણ 10 ની પરીક્ષાના સીસીટીવી ફુટેજમાં 15 શંકાસ્પદ કેસ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એસએસએસી - એચએસસી બોર્ડની પરીક્ષાઓ પૂરી થઇ ગયા બાદ સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરવામાં આવતી હોય છે. ધોરણ 10માં 3 હજાર સીડી ચેક કરવામાં આવી હતી જેમાંથી 15 શંકાસ્પદ કેસો જણાઇ આવ્યા હતા. જેની સુનાવણી 24મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. ધો-12 સાયન્સ-કોમર્સમાં કુલ 18 શંકાસ્પદ કેસોનું હીયરિંગ કરાયું હતું જેમાંથી 12 વિદ્યાર્થીઓનું ફાઇનલ હીયરિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવશે.

બોર્ડ પરીક્ષાઓની પેપર ચકાસણી પૂરી થઇ ગઇ છે. બોર્ડની પરીક્ષા દરમિયાન સુપરવાઇઝરો દ્વારા ક્લાસમાં કાપલી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓની સામે કોપી કેસ કરવામાં આવતો હોય છે. ત્યાર બાદ બોર્ડ પરીક્ષાઓની તમામ બ્લોકના સીસીટીવી ફુટેજની ચકાસણી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે. ધોરણ 12 સાયન્સની સીડીની ચકાસણી દરમિયાન કુલ 8 શંકાસ્પદ કેસો જણાઇ આવ્યા હતા જેમનું હીયરિંગ હાથ ધરાયું હતું. 8 માંથી 5 વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે ફાઇનલ હીયરિંગ હાથ ધરાશે. ધોરણ 12 કોમર્સમાં 10 શંકાસ્પદ કેસો જણાયા હતા જેમાં 7 જેટલા વિદ્યાર્થીનું ફાઇનલ હીયરિંગ ગાંધીનગર ખાતે હાથ ધરાશે. ધોરણ 10માં 50 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 3 હજાર જેટલી સીડીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 15 જેટલા શંકાસ્પદ કેસો જણાઇ આવ્યા હતા. આ તમામ કેસોની સુનાવણી અગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...