તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News In The 11th Month The Curtain Of The Deenandal Auditorium Was Spoiled 033603

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11મા મહિનામાં જ દીનદયાળ ઓડિટોરિયમનો પડદો બગડ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયનું ઉદઘાટન થયે માંડ 11 મહિના થયા છે અને પડદાની મોટર બગડી જતાં નાટક સહિતના અન્ય કાર્યક્રમો કરવા આવતાં આયોજકો અને કાર્યક્રમોમાં આવતાં લોકોમાં નારાજગી ફેલાઇ છે, કોર્પોરેશનના અણઘડ વહીવટ સામે પણ સવાલો ઊભા થયા છે. શનિવારે રાત્રે અમૃતા ગાંધી ઇઝ નોટ ગિલ્ટી નામના નાટક પૂર્વે જ મોટર બગડી જતાં પ્રેક્ષકો સમક્ષ આયોજકો અને એક્ટર્સને છોભીલા પડવાનો વારો આવ્યો હતો. નાટકના મુદ્દે એક્ટર મેહૂલ બુચે પડદાની સ્થિતિ વિશે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

એસીના બ્લોઅર ચાલુ હોય તો પડદો બે વ્યક્તિઓએ પકડીને ઊભા રહેવાની ફરજ પડી હતી. આ મુદ્દે જ્યારે તંત્ર સાથે વાત કરી તો ટાઉન હોલના બુકિંગ અને મેન્ટેનન્સ માટે જવાબદાર ટુરિસ્ટ વિભાગે એન્જિનિયરિંગ વિભાગનો પ્રશ્ન ગણાવ્યો હતો જ્યારે એન્જિનિયરિંગે જવાબદારી ઇલેક્ટ્રિસિટી વિભાગની કામગીરીમાં ગણાવી હતી.

શનિવારે રાત્રે નાટક ચાલુ થયા પહેલા જ આયોજકોએ સ્પષ્ટતા કરવી પડી
પડદો બગડી જાય તો જવાબદારી કોની?
ટુરિસ્ટ વિભાગના વડા એફ.જે. ચારપોટે જણાવ્યું કે, ‘ પડદો બગડી ગયો છે તેના રિપેરિંગની જવાબદારી એન્જિનયરિંગ વિભાગની છે. કારણ કે તેના ઓપરેશન અને મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ હોય તો તેમણે આપ્યો છે.’ જ્યારે એન્જિનિયરિંગ વિભાગના એક્ઝિ.એન્જિનિયર મુકુંદ પટેલે જણાવ્યું કે, ‘ અમને પડદો બગડ્યાની કોઇ જાણ કરવામાં આવી નથી.

આ નાટકમાં મુંબઇથી આવેલા સિનિયર એક્ટર મેહૂલ બુચે જણાવ્યું હતું કે, ‘ બહાર લક્ઝુરિયસ લાગતાં આ ટાઉનહોલમાં પડદાની હકીકત નિરાશાજનક છે. પડદો યોગ્ય રીતે બંધ ન થતાં બે વ્યક્તિઓએ ખેંચીને, પકડીને ઊભા રહેવું પડતું હતું. જ્યારે નાટકોના શોના સંચાલક વ્રજેશ પસારીએ કહ્યું કે, ‘ બ્લોઅર ચાલુ થયાં બાદ પડદો ઉડતા બે લોકોએ પકડી રાખવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો