તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In Sage Hoisp The Son Started Investigating In The Event Of A Worm 073557

સયાજી હોિસ્પ.માં પુત્ર પાસે કીડા કઢાવવાની ઘટનામાં તપાસ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત શુક્રવારના રોજ સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં વૃદ્ધ પિતાના પગમાં ગેંગ્રીન થયા બાદ તેમાં કીડા પડતાં પુત્ર સારવાર માટે લઇ આવ્યો હતો. જ્યા તબીબો દ્વારા પુત્ર પાસે જ પિતાના પગમાંથી કીડા કઢાવવામાં આવ્યા હતા. આ ઘટનાના બે દિવસ બાદ સોમવારના રોજ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તપાસ કરવાના આદેશ કરાયા હતા. જેના ભાગરૂપે સર્જરી વિભાગ દ્વારા તે દિવસના યુનિટ હેડ અને રેસિડન્ટ ડોક્ટર્સના જવાબ લેવામાં આવ્યા છે.

સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તબીબી જગતને હચમચાવે તેવી ઘટના બાબતે બનાવના બે દિવસ બાદ સોમવારે સર્જરી વિભાગને પત્ર લખી આ બાબતે ખુલાસો માંગ્યો હતો. જેના ભાગરૂપે સર્જરી વિભાગ દ્વારા સૌપ્રથમ શુક્રવારના રોજ જે પ્રોફેસરના યુનિટની ઇમર્જન્સીમાં ડ્યૂટી હતી, તે ડૉ. આદિશ જૈનની પૂછપરછ કરી હતી. જ્યારબાદ તે દિવસે વોર્ડમાં ડ્યૂટી પર હાજર સર્જરી વિભાગના રેસિડન્ટ ડોક્ટર્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તે વૃદ્ધના પગમાં ગેંગ્રીન નહિ પરંતુ માત્ર ચાંદું હોવાનું સર્જરી વિભાગના ઇન્ચાર્જ હેડ ડૉ. દિલીપ ચોક્સીએ જણાવ્યું હતું. જ્યારે હજુ વધુ તપાસ બાદ જવાબદારી નકકી થશે.

અન્ય સમાચારો પણ છે...