તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીજી ડિપ્લોમા માટે ઇગ્નુમાં જાન્યુઆરીમાં અરજી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી તરફથી એન્વાયરમેન્ટ અને ઓક્યુપેશનલ હેલ્થમાં પીજી ડિપ્લોમાના કોર્ષની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થિઓને બાયોલોજીકલ, કેમિકલ, ફિઝિકલ, બાયોકેમિકલ હેઝાર્ડ વિશેનું વિવિધ સ્તરીય જ્ઞાન આપવામાં આવશે. આ કોર્ષમાં એડમિશન માટે રજિસ્ટ્રેશનની શરૂઆત જાન્યુઆરી મહિનાથી શરૂ કરી દેવામાં આવશે. આ કોર્ષમાં જેમાં 12 સાયન્સના, સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ્સ એડમિશન લઈ શકે છે. આ કોર્સમાં કન્ટેન્ટના રૂપમાં પર્યાવરણથી જોડાયેલા મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને જનરલ પર્યાવરણ, જાહેર આરોગ્ય જોખમ પર્યાવરણ રિલેટેડ હેઝાર્ડ વિશે થિયરી ક્લાસિસમાં ભણાવવામાં આવશે. આ સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આધારિત વાતો માટે પ્રેક્ટિકલ ક્લાસનું પણ આયોજન કરવામાં આવશે. આ અંગે વધુ જાણકારી ઓફિશીયલ વેબસાઇટ પર મુકવામાં આ‌‌વશે.

Education Update

અન્ય સમાચારો પણ છે...