તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In Alto The Person Who Was Carrying A Man Of Cowardice Was Caught 073602

અલ્ટોમાં દેશીદારૂની દૂધી લઇને જઇ રહેલો શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ઇલોરાપાર્કના ધરમપુર રોડ પર પસાર થઇ રહેલા અલ્ટોના ચાલકની પોલીસે તલાશી લેતાં કારમાં દેશી દારુની 73 દુધીઓ મળી આવી હતી. પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ઇલોરાપાર્ક ધરમપુર રોડ પરથી અલ્ટો કારમાં દેશી દારુનો જથ્થો ભરીને એક શખ્સ પસાર થવાનો છે, જેથી પોલીસે વોચ ગોઠવીને અલ્ટો કારના ચાલક કાસીમ અબ્દુલગની શેખને ઝડપી લીધો હતો. કારની તલાશી લેવાતા દેશી દારુની 73 દુધી મળી આવી હતી. પોલીસે એપ્પલ ફોન, કાર અને દારુનો જથ્થો મળી 174380 રુપીયાનો મુદ્દામાલ જપ્ત કરી કાસીમ શેખની ધરપકડ કરી હતી .

અન્ય સમાચારો પણ છે...