સ્પેશિયલ ટ્રેનમાં મહિલાના પર્સની લૂંટ કરી શખ્શ ફરાર

Vadodara News - in a special train robbery woman39s purse robbery fugitive 070551

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:05 AM IST
સ્પેશિયલ ટ્રેનમાં પતિ સાથે વતન જઇ રહેલી મહિલાના પર્સની વડોદરા રેલવે સ્ટેશન પરથી લૂંટ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બનવારીલાલ ઓમપ્રકાશ પરાશરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પત્ની સાથે સ્પેશિયલ ટ્રેનમાં લગ્ન પ્રસંગ અર્થે પોતાના વતન મૂળગામ યુપી જવા માટે નીકળ્યા હતા. તેઓ ગુજરાતના સુરત સ્ટેશનથી અપેશીયલ ટ્રેનમાં ગત શનિવારના બપોરે 1 વાગ્યે બેઠા હતા ત્યારે તેઓએ પોતાનો સામાન સીટ નીચે રાખ્યો હતો અને તેમના પત્ની લેડીઝ પર્સ પોતાની પાસે સીટ ઉપર રાખી બેઠા હતા. તે દરમિયાન બપોરે 4 વાગ્યે ટ્રેન વડોદરા સ્ટેશન પર પહોંચતા તેમના પત્ની ઉઠી ગયા હતા ત્યારે તેમની પાસે રાખેલ પર્સની કોઈ અજાણ્યૉ શખ્સ લૂંટ ચલાવી ત્યાંથી ભાગી ગયો હતો. જેથી તેઓએ પર્સ સહિત રોકડ,સોનાચાંદીના ઘરેણાં અને મોબાઈલ મળી કુલ 88,880ની મતાની લૂંટ થયાની ફરિયાદ રેલવે પોલીસમાં નોંધાવી છે.

X
Vadodara News - in a special train robbery woman39s purse robbery fugitive 070551
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી