તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In 2010 There Were 393 Unauthorized Religious Construction In Public Places In The City 035101

2010માં શહેરમાં જાહેર સ્થળોએ 393 અનધિકૃત ધાર્મિક બાંધકામ હતાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા સહિત રાજ્યભરનાં મહાનગરોમાં જાહેર સ્થળોનાં ધાર્મિક સ્થળોની માહિતી રાજ્ય સરકારે મંગાવી છે અને તેના આધારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરવાનું છે.

2006ના વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં જાહેર જગાઓ,સરકારી જમીન,જાહેર બગીચા,રસ્તા પર બાંધવામાં આવેલાં અનધિકૃત ધાર્મિક સ્થાનોનાં દબાણો મામલે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના આધારે,રાજ્યમાં વડોદરા સહિતનાં તમામ મહાનગરોમાં આવાં ધાર્મિક સ્થાનોની યાદી તૈયાર કરવા માટે સરવે કરાયો હતો અને નવું બાંધકામ ન થાય તેની તાકીદ કરવામાં આવી હતી.

2010માં 158.50 ચોરસ કિલોમીટરના વડોદરા શહેરમાં 393 ધાર્મિક સ્થળો જાહેર સ્થળોએ હોવાનું ખૂલ્યું હતું અને 2018ના અંત સુધીમાં એકનો પણ ઘટાડો થયો નથી. રાજ્યના શહેરી વિકાસ વિભાગના સેકશન અધિકારી નેન્સી મુન્શીએ વડોદરા,અમદાવાદ,સુરત,રાજકોટ,જામનગર,ભાવનગર,જૂનાગઢ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. જેમાં, તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ થયેલી સ્પેશિયલ લીવ પિટિશન(સી) નં.8519-2006 યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ગુજરાત સરકાર તથા અન્યના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્યમાં જાહેર જગાઓ,સરકારી જમીન,જાહેર બગીચા,રસ્તા ઉપર બાંધવામાં આવેલ અનધિકૃત ધાર્મિક દબાણ દૂર કરવા,નિયમિત કરવા, પુન:સ્થાપન(રિલોકેટ) વગેરે બાબતો અંગે કરવામાં આવેલ કાર્યવાહીનું સમયાંતરે અવલોકન કરવામાં આવે છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં ન આવે તો આગામી સુનાવણીએ મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવું પડશે તેવી ચિંતા સાથે તેમણે વડોદરા સહિત તમામ મહાનગરોના મ્યુ.કમિશનરોને અનધિકૃત દબાણોની સ્થિતિ અંગેનો અહેવાલ ત્વરિત મોકલી આપવા માટે સૂચના આપી છે.

શહેર 2010 2018

અમદાવાદ 1620 1601

સુરત 436 429

વડોદરા 393 393

રાજકોટ 2204 2110

ભાવનગર 393 393

જામનગર 339 331

જૂનાગઢ 07 07

ગાંધીનગર 00 00

કુલ 5392 5264

અન્ય સમાચારો પણ છે...