ગુજરાતમાં દલિત સાહિત્યનો 1960થી પગપેસારો થયો હતો

ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે દલિત સાહિત્ય વિષયે પરિસંવાદ યોજાશે

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 04:16 AM
Vadodara News - in 1960 dalit literature had grown in gujarat 041641
મહારાજા સયાજીરાવ યુનિ.ની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડાયમંડ જ્યુબેલી હોલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12 અને 13 જાન્યુઆરીના યોજાઈ રહેલ આ પરિસંવાદમાં દલિત સાહિત્યની ચર્ચા કરવામાં આવશે અને તેમાં પણ 1960થી ગુજરાતમાં લખાયેલ નવલકથા, કાવ્ય અને વાર્તા પર મુખ્ય રૂપે ધ્યાન આપવામાં આવશે. સાહિત્યકાર પ્રવીણ ભાઈ ગઢવી અને ડો. મોહન પરમાર સહીતના અનેક સાહિત્યકાર આ પરિસંવાદમાં તેમના વિચારો દલિત સાહિત્ય પર પ્રસ્તુત કરશે અને ભવિષ્યમાં બીજા સાહિત્યની તુલનામાં દલિત સાહિત્યના સ્થાનની પણ ચર્ચા કરવામાં આવશે તેમ બારીશના ડાયરેક્ટર અને અમદાવાદ યુનિ.નાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના રિટાયર્ડ પ્રોફેસર મનુભાઈ મકવાણાએ જણાવ્યું હતું. યુનિવર્સિટી સંકુલમાં યોજાનાર આ કાર્યક્રમમાં તમામ સાહિત્યરસિકો અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શકશે.

Literature Talk

X
Vadodara News - in 1960 dalit literature had grown in gujarat 041641
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App