તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News If You Lead With Glue And Powder The Life Will Not Be Endangered 042033

ગ્લુ અને પાઉડરથી દોરી સૂતો તો જીવ જોખમમાં નહિ મુકાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવલખી મેદાન પર રાજ્ય પ્રવાસન નિગમ, વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસનના સહયોગથી યોજાયેલ પતંગોત્સવમાં પતંગબાજી નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.

બ્રાઝિલથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા આવેલ એમ.એસ.ગુસ્તાવો લીન્હેરેન્સે જણાવ્યું હતું કે નાનાથી માંડીને મોટેરાઓ રજાના દિવસોમાં ચગાવે છે. પતંગ ચગાવવા માટે જે દોરાનો ઉપયોગ થાય છે તે દોરાને ભારતીય ટેક્નિકથી ન સૂતી બ્રાઝીલીયન ટેક્નિકનો ઉપયોગ કરવો જોઈએ. બ્રાઝિલમાં ચોખા અને કાચ જેવી વસ્તુઓનો ઉપયોગ ટાળીને ફક્ત ગ્લુ અને પાુડરથી દોરો સુતવામાં આવે છે. જેથી માનવ અને પશુ - પંખીઓના જીવ બચાવી શકાય.

આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ, ધારાસભ્ય યોગેશ પટેલ, નાયબ મેયર ડૉ. જીવરાજ ચૌહાણ, વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ - નગરસેવકો, શિક્ષણ સમિતિ અધ્યક્ષા મીનાબા પરમાર, મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ, જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, અધિકારીઓ અને બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. સવારે 10 થી બપોરે 4 વાગ્યા દરમિયાન ચાલેલો પતંગોત્સવ જોવા મોટી સંખ્યામાં નગરજનો અને સ્કુલના વિદ્યાર્થીઓ નવલખી મેદાન ખાતે ઉમટી પડ્યાં હતાં. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ પણ વિદેશી પતંગબાજની પતંગ ચગાવવાની મઝા માણી હતી.

ઓસ્ટ્રેલિયાનો બેકર પરિવાર કાઇટ્સ ફોર કિડ્સ અભિયાન ચલાવે છે
છેલ્લાં પાંચ વર્ષથી શહેરમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ભાગ બનેલ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતા ટ્રેન્ટ બેકરે જણાવ્યું હતું કે વિશ્વના વિવિધ દેશોમાં યોજાતા કાઇટ ફેસ્ટિવલમાં ગુજરાતનો કાઇટ ફેસ્ટિવલ સૌથી સારી રીતે થાય, જે મને ખૂબ ગમે છે. જેમ્સ ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં કાઇટ્સ ફોર કિડ્સ અભિયાન ચલાવે છે. જેમાં તે ગ્રાફિક ડિઝાઇન અને ટકાઉ તેમજ જલ્દી ફાટી ન જાય અને પલળે નહીં તેવા મટિરિયલમાંથી પતંગ કેવી રીતે બનાવવો તે વર્કશોપમાં બાળકોને શીખવાડે છે. આવનારી પેઢીમાં પતંગોનો વારસો જળવાઈ રહે તેમજ પતંગ વિશેની જાણકારી સચવાઈ રહે તે માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...