તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News If You Do Not Get Any Housing In Sahkar Nagar Then Where Will You Go 033143

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહકારનગરના આવાસો નહીં મળે તો કાળઝાળ ગરમીમાં ક્યાં જઇશું?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાંદલજા વિસ્તારમાં સહકારનગરના આવાસો બનાવવાનો પ્રોજેકટ ઘોંચમાં પડ્યો છે ત્યારે નિરાશ્રિત બનેલા રહીશોએ રવિવારે મહારેલી કાઢી હતી. સહકારનગરથી આંબેડકર સર્કલ થઇ રેસકોર્સ સર્કલ સુધી નીકળેલી આ રેલીમાં હજારો નાગરિકો પ્લેકાર્ડ સાથે જોડાયા હતા.

અઢી વર્ષ પહેલાં તાંદલજાના સહકારનગર વસાહત પર બુલડોઝર ફેરવી લોકોને બેઘર કર્યા હતા તેમજ લોકોને માત્ર 18 માસમાં જ રાજીવ આવાસ યોજના અંતર્ગત પાકાં મકાનો આપી દેવાનાં વચનો આપ્યાં હતાં. સહકારનગરના રહીશોને આવાસોની ફાળવણી ન થતાં આખરે સહકારનગર સંઘર્ષ સમિતિના તરફથી મોરચા કાઢવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે, રવિવારે સવારે સહકારનગરથી બેનરો,પ્લેકાર્ડ સાથે નીકળેલી મહારેલી મનીષા ચોકડી થઇ ડો.આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી અને તેમાં આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરે પણ જોડાયા હતા.

બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રેલી રેસકોર્સ સર્કલ તરફ આગળ ધપી હતી અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પી હતી અને સૂત્રોચ્ચાર કરી મકાન આપોના નારા લગાવ્યા હતા.

સહકારનગર સંઘર્ષ સમિતિના અસ્ફાક મલેકે જણાવ્યું હતું કે,અસરગ્રસ્તોને આવાસ વગર હેરાનપરેશાન થવાનો વારો આવ્યો છે અને હવે કાળઝાળ ગરમીમાં મકાન વગર ક્યાં જવું તે જ મોટો સવાલ છે.

સહકારનગર તાંદલજા વિસ્તારના રહીશોને મકાનો નહીં મળતાં મોટી સંખ્યામાં રહીશો તેમના પરિવારજનો સાથે રેલી કાઢી વિરોધ કર્યા હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો