• Gujarati News
  • National
  • Vadodara News If You Break The Lockdown Your Passport Will Be Canceled You Will Not Get Any Government Job 071725

લૉકડાઉન તોડશો તો પાસપોર્ટ રદ થશે, સરકારી નોકરી પણ નહીં મળે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલીકરણ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે ત્યારે અનેક શહેરોમાં હજુ પણ યુવાનો દ્વારા કોઇને કોઇ બહાના બતાવીને બહાર નીકળવાના ઢગલાબંધ કિસ્સા બની રહ્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ યુવાનોને ચેતવણી આપતા કહ્યું હતું કે યુવાનો લટાર મારવા બહાર ન નીકળે. આવા યુવાનો સામે પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી કરશે અને ગુનો નોંધાશે તો તેમના ઉચ્ચ અભ્યાસમાં વાંધો આવશે. સરકારી નોકરી અને કારકીર્દિ જોખમાશે તેમજ ગુનાઇત ઇતિહાસ ધરાવતા હોવાનું ગણીને તેમનો પાસપોર્ટ પણ કેન્સલ થઇ શકે છે. શિવાનંદ ઝાએ કહ્યું કે રાજ્યના શહેરો અને નગરોમાં ડ્રોન તથા સીસીટીવીના માધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પરંતુ સોસાયટી વિસ્તારોમાં કોમન પ્લોટમાં લોકો એકત્ર થતા હોવાનું ધ્યાને આવ્યું છે.જેથી હવે ડ્રોન દ્વારા સોસાયટીઓના કોમન પ્લોટ ઉપર પણ નજર રાખવામાં આવશે અને તસવીરો મેળવીને લોકડાઉનનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. વડોદરામાં ડ્રોનના આધારે 5 ગુના દાખલ કરાયા છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ વીડિયો કે પોસ્ટ મૂકનાર સામે પણ કાર્યવાહી કરાઇ છે. હાલમાં કોરોના સંક્રમણના ખતરનાક સ્ટેજમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ ત્યારે લોકડાઉનના કડક અમલીકરણ માટે અમે પોલીસને સૂચના આપી છે. તમામ રસ્તાઓ અને હાઇવે સીલ કર્યા છે અને ભંગ બદલ કાર્યવાહી થઇ રહી છે.

પશ્ચિમ રેલવે 9 સ્થળ માટે ખાદ્ય વસ્તુ, મેડિકલ સાધનો, શાકભાજી વગેરેનો પુરવઠો પહોંચાડશે

ભાસ્કર ન્યૂઝ | સુરત

લૉકડાઉનને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે બંધ છે. માલસામાનનું વહન માલગાડી દ્વારા થઈ રહ્યું છે. લોકોને જરૂરિયાતની ચીજવસ્તુની ઘટ ન પડે તે માટે પશ્ચિમ રેલવે 9 સ્થળ માટે સ્પેશિયલ પાર્સલ કાર્ગો એક્સપ્રેસ ટ્રેન દોડાવશે. આ ટ્રેન દેશના અલગ-અલગ હિસ્સામાં ખાદ્ય વસ્તુ, મેડીકલ સાધનો, શાકભાજી, ફળફળાદી, બિસ્કિટ, નમકીન વગેરે પહોંચાડશે. આ માટે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે વાતચીત ચાલી રહે છે. પશ્ચિમ રેલવે મુંબઈ-નવી દિલ્હી-લુધિયાણા, મુંબઈ-મુઝફ્ફરપુર-દરભંગા, અમદાવાદ-કટક, અમદાવાદ-જયપુર-ચંદીગઢ-લુધિયાણા, વાપી, ગુવાહાટી, અમદાવાદ-સાખરેલ રૂટ પર આવી ટ્રેન દોડાવાનો વિચાર કરી રહી છે.

સુરત, વલસાડ, નવસારીમાં માલવહન માટેની પૂરતી તક છે. અહીં ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે. આથી પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના ડીઆરએમનો ફ્લેટ ટ્રેન ચલાવવા માટે વેપારીઓ દ્વારા સંપર્ક કરાયો હતો. આ અંગે યોજાયેલી બેઠકમાં 16 જેટલા વેપારી સંગઠનોના પ્રતિનિધિ તથા ઉચ્ચ રેલવે અધિકારી હાજર રહ્યાં હતા. હવે ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

કોણે કેટલી મદદ કરી

કંપની મદદ

તાતા જૂથ `1000 કરોડ

તાતા ટ્રસ્ટ `500 કરોડ

વેદાંતા `100 કરોડ

હીરો `100 કરોડ

બજાજ `100 કરોડ

સન ફાર્મા 25 કરોડની દવા

રિલાયન્સ `5 કરોડ

100 બેડનું સેન્ટર

પેટીએમ `5 કરોડ

પાર્લે બિસ્કિટ 3 કરોડ

પેકેટ

ક્રેડાઈએ 5 કરોડ, વીજકર્મી-કંપનીઓએ 16.50 કરોડ સીએમ રાહતનિધિમાં આપ્યા

ગાંધીનગર | કોરોના પીડિત લોકોની સારવાર આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી અપીલ પછી અત્યાર સુધીમાં 20 કરોડથી વધુનું દાન મળી ચૂક્યું છે. ક્રેડાઈ ગુજરાતે 5 કરોડ રૂપિયા દાન આપ્યું હતું. શુક્રવાર તા. 27મી માર્ચ સુધીમાં રૂ. 12.85 કરોડનું દાન 5200 નાગરિક-સંસ્થાએ આપ્યું છે. ઉપરાંત 54 હજાર વીજ કર્મચારીઓ રૂ. 6.50 કરોડ અને છ વીજ કંપનીઓ રૂ. 10 કરોડના દાન આપવાનો નિર્ણય લીધો હોવાનું ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. દરમિયાનમાં કથાકાર જિજ્ઞેશ દાદાએ પણ રૂ. 5,55,555નું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં આપ્યું છે.

રાહત નિધિમાં શુક્રવાર સુધીમાં રૂ. 12.85 કરોડનું દાન 5200 નાગરિકો,સંસ્થાએ આપ્યું છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે,વીજ કંપનીના અધિકારી,કર્મચારીઓએ એક દિવસના પગારની કુલ રાશિ રૂ. 6.50 કરોડ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને તેની ચારેય વીજ વિતરણ કંપનીઓ - DGVCL, MGVCL, PGVCL અને UGVCL, વીજ ઉત્પાદન કંપની GSECL અને વીજ પરિવહન કામગીરીમાં જોડાયેલ GETCO સહિત 6 કંપનીઓએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 10 કરોડના અનુદાનની જાહેરાત કરી છે.

રતન તાતાએ કોરોના સામેના જંગમાં 500 કરોડ આપ્યા

એજન્સી | મુંબઈ

કોરોના વાઈરસ સામેના જંગમાં મેડિકલ સાધનો, હોસ્પિટલો, દવા સંશોધનો, ગરીબોને ભોજન સહિતની સુવિધા માટે જંગી ભંડોળની જરૂર છે. આ માટે તાતા ટ્રસ્ટે પણ રૂ. 500 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તાતા જૂથના ચેરમેન રતન તાતાએ આ જાહેરાત કરી હતી. આ સાથે જ તાતા જૂથ 1000 કરોડ રૂપિયા આપશે. આ નાણાંનો ઉપયોગ કોરોનાગ્રસ્તોની સારવારમાં રોકાયેલા આરોગ્ય સ્ટાફ તથા અન્ય સુવિધા માટે થશે. આ ઉપરાંત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી હતી કે, કોરોના સામેની લડાઈમાં બીસીસીઆઈ શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. આ ઉપરાંત અમે પીએમ કેર્સ ફંડમાં રૂ. 51 કરોડ પણ જમા કરાવીએ છીએ. આ સાથે અભિનેતા અક્ષય કુમારે પણ એક ટ્વિટ કરી હતી કે, ‘અત્યારે દેશવાસીઓનું જીવન જ સૌથી મોટી પ્રાથમિકતા છે. કોરોના સામેના જંગમાં હું પીએમ કેર ફંડમાં રૂ. 25 કરોડ જમા કરાવી રહ્યો છું. જાન હૈ તો જહાન હૈ.’

મહેસાણાના કેસની લિન્ક ગાંધીનગર સાથે

મહેસાણા જિલ્લા કલેકટર એચ. કે. પટેલે નિવેદન કર્યું છે કે મહેસાણાનો જે પોઝીટીવ કેસ બતાવ્યો છે તે મૂળ ગાંધીનગર જિલ્લાના કુડાસણ ગામનો છે. તેને ગાંધીનગરના વેડાના ફાર્મસિસ્ટના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. પોઝિટિવ આવેલા યુવાનની પત્ની વિજાપુર શિક્ષિકા તરીકે નોકરી કરે છે, તે કારણે તેણે સરનામું વિજાપુરનું આપ્યું હતું.

હજુ 176 લોકો શંકાસ્પદ છે

રાજ્યમાં અત્યાર સુધીમાં 995 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, જે પૈકી 940 સેમ્પલ નેગેટિવ આવ્યા છે, માત્ર 55 કેસ પોઝીટીવ આવ્યાં હતાં. પરંતુ હજુ 176 લોકો શંકાસ્પદ છે. રાજ્યમાં 20,103 નાગરિકોને હોમ ક્વોરન્ટાઈન રખાયા હતા તેમાં ઘટાડો થયો છે, 19,340 લોકોને જ હોમ કોરોન્ટાઈન હેઠળ છે

ચાર મોત સાથે ગુજરાતે મહારાષ્ટ્રની બરાબરી કરી, પણ મૃત્યુના કિસ્સાની ટકાવારીમાં ગુજરાત દેશમાં મોખરે


ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર

અમદાવાદમાંથી કોરોના પોઝિટિવ એક મહિલાના મોતના ખરાબ સમાચાર સાથે ગુજરાતમાં કોરોનાને કારણે કુલ પોઝિટિવ કેસનો આંક પંચાવને પહોંચ્યો છે. હજુય ખરાબ સમાચાર એ છે કે અત્યાર સુધી લૉકડાઉનના પાલનમાં જો ગુજરાતના લોકોએ નિષ્કાળજી દાખવી હશે અને હજુ પણ આમ જ ચાલું રહેશે તો પરિસ્થિતિ ઓર વકરશે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે હવે પાંચ એપ્રિલ સુધીનો ગાળો ગુજરાતમાં ઇન્ક્યુબેશન પિરિયડનો છે. અર્થાત કોઇને પણ કોરોનાનો ચેપ લાગ્યો હશે તો તેમના શરીરમાં વાઇરસની વૃદ્ધિ થશે અને આવાં લોકોને લક્ષણો દેખાવવાની શરૂઆત થવાની સાથે કોરોનાના પોઝિટિવ કેસમાં ખૂબ મોટો ઉછાળો આવી શકે છે. આમ, હવે પછીનો લગભગ એક અઠવાડિયાનો સમય ખૂબ જ સંવેદનશીલ ગણાશે. એક રીતે જોઇએ તો ગુજરાત કોરોના વાઇરસના ચેપના ત્રીજા તબક્કામાં ગમે ત્યારે પ્રવેશી શકે છે. છેલ્લાં 24 કલાકમાં કુલ નવા 11 કિસ્સા નોંધાયાં છે જેમાં અમદાવાદના ત્રણ, ત્રણ રાજકોટ, ગાંધીનગર- 1 વડોદરા-1, મહેસાણા-1 તથા ગીર સોમનાથમાં -1 કિસ્સો નોંધાયો છે.

...અનુસંધાન પાના નં. 2

વિદેશથી આવેલી કોઈ વ્યક્તિના સંસર્ગને કારણે થયેલા કોરોનાથી મહિલાનું મોત નીપજ્યું


અમદાવાદ | અમદાવાદમાં કોરાના વાઇરસના નવા 3 દર્દીના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 46 વર્ષીય એક મહિલાનું મોત નીપજ્યું હતું. આસ્ટોડિયાની આ મહિલાની કોઈ વિદેશ ગયાની હિસ્ટ્રી ન હોવાથી તેનું મોત તંત્ર માટે મોટો પડકાર બન્યો છે. સ્થાનિક કોરોના સંક્રમણને કારણે કોઈ મહિલાનું મોત નીપજ્યું હોવાની રાજ્યમાં પ્રથમ ઘટના છે. આસ્ટોડિયામાં રહેતી મહિલા શંકાસ્પદ કોરોના દર્દી તરીકે 26 માર્ચે એસવીપીમાં દાખલ થઈ હતી. મહિલાની હાલત એટલી ગંભીર હતી કે, શ્વાસ લેવામાં તકલીફને કારણે તેને વેન્ટિલેટર પર રખાઈ હતી. મહિલાને હાઈપરટેન્શન અને ડાયાબિટીસ પણ હતું.

ફેરિયા-વેપારીને પાસ અપાયા

આવશ્યક ચીજવસ્તુ સરળતાથી મળી રહે તે માટે 96 હજાર જેટલા ફેરીયાઓ અને છૂટક વેપારીઓને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે. જેથી આ લોકો ન્યૂઝ પેપર, શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની હોમ ડિલીવરી પણ કરી શકશે.

આઇસોલેશન વોર્ડમાં દર્દીઓની સુવિધા માટે ફ્રીઝ, એસી અને ટીવી દાનમાં મેળવાશે

હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ કેસમાં કે સંક્રમિત તરીકે સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ટેલિવિઝન, રેફ્રીજરેટર અને એસી દાનમાં મેળવવામાં આવશે. વિધાનસભાના દંડક પંકજ દેસાઇ આ માટે એલ.જી. કંપની સાથે સંકલન કરી રહ્યા છે. હાલ આવા દર્દીઓ આઇસોલેશનમાં હોય છે અને તેઓ પોતાના સગા સંબંધી કે પરિચિતોને મળી પણ શકતા નથી ત્યારે તેમની સુવિધા અંગે પણ રાજ્ય સરકારે વિચાર કર્યો છે.

ગુજરાતની સ્થિતિ સંગીન, આંકડા ચોંકાવનારા

એક બાબત હવે નોંધવાલાયક બની છે જે બતાવે છે કે ગુજરાતની સ્થિતિ કઠિન બનતી જાય છે. અમદાવાદમાં નોંધાયેલાં એક મોત બાદ હવે ગુજરાત કુલ ચાર મૃતકાંક સાથે આખા દેશમાં સૌથી વધુ મૃત્યુના કિસ્સા ધરાવતાં રાજ્ય તરીકે મહારાષ્ટ્રની બરાબરી કરી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં 210 પોઝિટિવ દર્દીએ 4 મૃત્યુ નોંધાયા છે અને સાજા થઇને હોસ્પિટલમાંથી રજા મેળવેલાં દર્દીઓની સંખ્યા ધરાવે છે. જ્યારે ગુજરાતમાં પંચાવન પોઝિટિવ કિસ્સાએ 4 મૃત્યુ અને એક પણ રિકવરીનો કિસ્સો ન નોંધાયો હોવાથી ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર કહી શકાય.


જરૂરી ખાદ્ય સામગ્રી માટે સ્પે. કાર્ગો એક્સ. દોડાવાશે

24 કલાકમાં 11 કેસ
તેમાં સ્થાનિક ચેપના 8


ઇન્ક્યુબેશન પીરિયડ શરૂ થયો છે. જેમાં ચેપ વધુ ફેલાય તેવી શક્યતા છે: આરોગ્ય અગ્ર સચિવ

આગામી 10 દિવસમાં કોરોનાના કેસ વધીને ત્રણ ગણા થઈ શકશે

ના દેશમાં ફર્યા, ના વિદેશ ગયા છતાં 55માંથી 24ને ચેપ લાગ્યો

44 ટકાને ચેપ લાગ્યો

ફોટો અમદાવાદનો

અમે મજબૂર નથી, અમને માત્ર તમારી ચિંતા છે એટલે હાથ જોડી રહ્યા છીએ

{ કોરોના હવે ખતરનાક સ્ટેજમાંથી પસાર થઈ રહ્યો છે એટલે કડકાઈ: DGP

લટાર મારનારા વિરુદ્ધ પોલીસનું સૌથી કડક પગલું

કડકાઈ એટલે જરૂરી...

ગુજરાતમાં ચોથું મોત, 55 કેસ પોઝિટિવ

ઘરમાં કંટાળ્યા, ધાબે પતંગ ચગાવ્યા

...આ દિવસોમાં અંતર જરૂરી છે

ગુજરાતી સમસ્યામાં પણ સમાધાન શોધી લે છે...

...આ દિવસોમાં અંતર જરૂરી છે

તાળી આઈડિયાથી માની આરતી

ગુજરાતમાં અત્યાર સુધીમાં 55 પોઝિટિવ કેસ બન્યા છે. તેમાંથી 24 કેસ એવા છે કે જેમને ચેપને કારણે કોરોના થયો છે. મતલબ 44 ટકા કેસ લોકલ ચેપને કારણે થયા છે. આ એવી વ્યક્તિઓ છે કે જેઓ દેશમાં પણ ભર્યા નથી અને વિદેશમાં પણ ગયા નથી તેમ છતાં તેમને ચેપ લાગતા તેઓ પોઝિટિવ બન્યા હતા. આથી હવે લોકલ ચેપના કેસો વધી રહ્યાં હોઈ તેવું લાગી રહ્યું છે. આથી જ ઘરમાંથી બહાર નહીં નીકળવાની તાકિદ કરાઈ રહી છે.

ક્રમ ઉંમર જાતિ શહેર ચેપની વિગત

1. 39 પુરુષ રાજકોટ લોકલ ટ્રાન્સમિશન

2 33 સ્ત્રી રાજકોટ લોકલ ટ્રાન્સમિશન

3 37 પુરુષ રાજકોટ લોકલ ટ્રાન્સમિશન

4 66 પુરુષ વડોદરા યુ.કે.

5 81 પુરુષ ગાંધીનગર લોકલ ટ્રાન્સમિશન

6 52 પુરુષ મહેસાણા લોકલ ટ્રાન્સમિશન

7 70 પુરુષ અમદાવાદ આંતરરાજ્ય –ઇન્દોર

8 33 પુરુષ અમદાવાદ લોકલ ટ્રાન્સમિશન

9 45 સ્ત્રી અમદાવાદ લોકલ ટ્રાન્સમિશન

10 25 પુરુષ ગાંધીનગર લોકલ ટ્રાન્સમિશન

11 65 પુરુષ ગિરસોમનાથ સાઉદીઅરેબિયા

12 રાજ્ય | 65 સંસ્કરણ

ચૈત્ર સુદ - 5, િવક્રમ સંવત 2076

વડોદરા, રવિવાર, 29 માર્ચ, 2020

_photocaption_વડોદરા | લૉકડાઉનને કારણે ઘરમાં રહેવાથી કંટાળો અનુભવતા વડોદરાના લોકોએ એક નવતર પ્રયોગ કર્યો. કારેલી બાગ વિસ્તારની મંગલ જ્યોત સોસાયટીના લોકો રોજ સાંજે તડકો કુણો પડે એટલે પોતપાતાના ધાબે જઈ એક કલાક સુધી પતંગ ચગાવીને ફ્રેશ થાય છે. વળી દરેક જણ પોતપોતાના ધાબે હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય છે. આના પગલે અન્ય સોસાયટીઓ પણ તેમને અનુસરી રહી છે.*photocaption*

12 રાજ્ય | 65 સંસ્કરણ

અમદાવાદ, શનિવાર, 29 માર્ચ, 2020

કુલ પાનાં 16 + 4 = 20 કિંમત ~ 5.00, વર્ષ 16, અંક 192, મહાનગર

_photocaption_સુરત | 21 દિવસના લૉકડાઉનને કારણે લોકો કંટાળે તે સ્વભાવિક છે. સુરતમાં વીઆઈપી રોડ પર આવેલા એક બહુમાળી ફ્લેટમાં રહીશોએ હાલમાં નવરાત્રિ ચાલતી હોવાથી એક નવતર પ્રયોગ કર્યો. માતાજીની સામૂહિક આરતી કરવાનું નક્કી કર્યું. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુથી દરેક રહીશ પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી માતાજીની આરતી કરતા હતા. આ માટે કોમન પ્લોટમાં ડીજે પર આરતી વગાડાઈ હતી.*photocaption*

કોરોનાની રસી
અઢી વર્ષમાં બજારમાં આવી જશે


વિસ્તૃત અહેવાલ અંદરના પાને

આજના અંક સાથે
રસરંગ પૂર્તિ આપવામાં આવી છે. જેની
વાચકોએ નોંધ લેવી
અન્ય સમાચારો પણ છે...