તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામ વગર કોઇ ફરતું જણાય તો વોટસએપ પર જાણ કરો: પોલીસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ ફેલાયો છે. કોરોના સંકટને પહોંચી વળવા સરકારે લોકડાઉન જાહેર કર્યું છે અને તેનો અમલ કરાવવા તંત્ર કમર કસી રહ્યું છે. હવે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસે કડક હાથે પગલાં ભરવા જાગૃત નાગરિકોનો સહયોગ માંગ્યો છે. સાયબર ક્રાઇમે વોટસએપ નંબર જાહેર કર્યો છે. જે નંબર પર જાહેરમાં લટાર મારતા લોકોના ફોટા અને વીડિયો મેળવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે.

વડોદરા શહેર પોલીસે લોકડાઉનને સફળ બનાવવા અત્યાર સુધી કૂણું વલણ અપનાવ્યું હતું. લોકો બીનજરૂરી રોડ રસ્તા પર તેમજ સોસાયટીઓમાં ફરતા હોવાની અનેક ફરિયાદ મળી રહી છે અને લોકો લોકડાઉનને ગંભીરતાથી નથી લેતા તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે હવે પોલીસે દ્રોણથી લોકોને ઝડપી લેવાની કાર્યવાહી બાદ હવે એક વહાટ્સએપ નંબર જાહેર કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 8866221965 વહાટ્સએપ નંબર જાહેર કર્યો છે. જેમાં પોલીસે જાહેરમાં અને સોસાયટીના કોમન પ્લોટમાં બિનજરૂરી ફરતા લોકોના ફોટા અને વીડિયો બનાવી પોલીસને મોકલી આપવા જાગૃત નાગરિકોને અપીલ કરી છે.

જાહેરનામા ભંગના ગુનામાં 87 વાહનો ડિટેઇન

વડોદરા ગ્રામ્ય પોલીસે લોકડાઉનને સફળ બનાવવા માટે હવે કમર કસી છે. કોરોના વાઇરસને પ્રસરતા અટકાવવા માટે શહેરની સાથે હવે ગ્રામ્ય પોલીસ પણ એક્શનમાં આવી છે. આજે વડોદરા ગ્રામ્યના સાવલી, ડેસર, ડભોઇ અને વાઘોડિયા પોલીસ મથકમાં જાહેરનામા ભંગના સાત અલગ અલગ ગુના નોંધી કાર્યવાહી કરી છે. સાથે પોલીસે લોકડાઉન દરમ્યાન વાહનો લઈને રોડ પર નીકળતા લોકો સામે લાલ આંખ કરી 87 વાહનો ડિટેઇન કર્યા છે. પોલીસે ડ્રોનની પણ મદદ લીધી હતી.

લોકડાઉનમાં રખડતાં 18 સામે ગુનો નોંધાયો

લોકડાઉન હોવા છતાં બહાનાબાજી કરીને લોકો રખડવા નિકળી પડે છે. પોલીસે રવિવારે જાહેરનામા ભંગના 11થી વધુ ગુના નોંધી 18 જણાની અટકાયત કરી હતી. રાવપુરા રોડ પર દુલીરામ પેંડાવાળાની ગલી પાસે પોલીસે 2 જણાને પકડતાં તેમણે દૂધ લેવા આવ્યા હોવાનું જણાવ્યું હતું પણ તેમની તલાશી લેવાતા દૂધ તો ઠીક ખીસ્સામાંથી પૈસા પણ મળ્યા ન હતા. સરદાર ભુવનના ખાચા પાસે પોલીસે ડ્રોન કેમેરા દ્વારા ચાર જણાને રખડતા પકડયા હતા.

લોકડાઉનને સફળ બનાવવા પોલીસને મદદરૂપ બનો

વોટસએપ નં. 8866221965 પર ફોટો, વીડિયો મોકલવા અનુરોધ

અન્ય સમાચારો પણ છે...