• Gujarati News
  • National
  • Vadodara News If The Illegal Soil Erosion Is Not Stopped In Sankhari Then The Movement 075033

શેરખીમાં ગેરકાયદે માટી ખનન બંધ નહીં કરાવાય તો આંદોલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના શેરખી ગામમાં આવેલી ગૌચર જમીનમાંથી ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદનો નિકાલ નહી આવે તો ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવશે. ગ્રામજનોએ 27 માર્ચના રોજ ગેરકાયદે માટીના ખનન મામલે ભુસ્તર શાસ્ત્રી નિરવ ભારોટને આવેદનપત્ર આપી રજુઆત પણ કરી હતી.

શેરખી ગામના ડે.સરપંચ એમ.ડી.ગોહિલે જણાવ્યું કે, શેરખીમાં આવેલ રેવન્યું સર્વે નંબર 612 પૈકી 5 થી 11માં જમીનનું ખોદાણ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે. અગાઉ બે મહિના પહેલા જ આ ગામમાં માટી ચોરી કરવાનું કરોડોનું કૌભાંડ પકડાયું હતું. સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોવા છતા છાશવારે ગ્રામ પંચાયતોની ગૌચર જમીનોને લૂંટવામાં આવી રહી છે. જેના કારણે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવે છે તેમ છતા માટી ચોરી કરવાનું બંધ થઈ રહ્યું નથી. જેના પગલે લાખો મેટ્રીક ટન માટી ચોરાઈ ચુકી છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા જલદી થી કોઈ પગલા લેવામાં નહી આવે તો પહેલેથી જ પુરગ્રસ્ત જાહેર શેરખી ગામમાં વધુ પ્રમાણમાં માટીનું ખોદકામ થતા ડુબાણમાં આવી જશે,જેના કારણે મોટી જાનહાની થવાની શકયતા છે.

શેરખી ગામની સીમમાં માટીની લીઝમાંથી સતત ખોદકામ કરાઇ રહ્યું છે.

મારા સરપંચ બનતા પહેલા ખોદાણ બંધ
ગ્રામ પંચાયતના કેટલાક સભ્યો દ્વારા માટી ચોરીના કેસમાં મારી સંડોવણી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જે આક્ષેપ પાયાવિહોણો છે. હું સરપંચ તરીકે ચૂંટાઈને આવી તે પહેલા થી જ માટીનું ખોદકામ બંધ થઈ ગયું છે. જીવતબેન પરમાર, સરપંચ, શેરખી

સિટી રિપોર્ટર | વડોદરા

વડોદરાના શેરખી ગામમાં આવેલી ગૌચર જમીનમાંથી ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદનો નિકાલ નહી આવે તો ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવશે. ગ્રામજનોએ 27 માર્ચના રોજ ગેરકાયદે માટીના ખનન મામલે ભુસ્તર શાસ્ત્રી નિરવ ભારોટને આવેદનપત્ર આપી રજુઆત પણ કરી હતી.

શેરખી ગામના ડે.સરપંચ એમ.ડી.ગોહિલે જણાવ્યું કે, શેરખીમાં આવેલ રેવન્યું સર્વે નંબર 612 પૈકી 5 થી 11માં જમીનનું ખોદાણ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે. અગાઉ બે મહિના પહેલા જ આ ગામમાં માટી ચોરી કરવાનું કરોડોનું કૌભાંડ પકડાયું હતું. સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોવા છતા છાશવારે ગ્રામ પંચાયતોની ગૌચર જમીનોને લૂંટવામાં આવી રહી છે. જેના કારણે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવે છે તેમ છતા માટી ચોરી કરવાનું બંધ થઈ રહ્યું નથી. જેના પગલે લાખો મેટ્રીક ટન માટી ચોરાઈ ચુકી છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા જલદી થી કોઈ પગલા લેવામાં નહી આવે તો પહેલેથી જ પુરગ્રસ્ત જાહેર શેરખી ગામમાં વધુ પ્રમાણમાં માટીનું ખોદકામ થતા ડુબાણમાં આવી જશે,જેના કારણે મોટી જાનહાની થવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...