તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News If It Rains Today If The Ground Is Not Ready If The Mud Is Not Dry 081126

જો આજે વરસાદ પડશે તો... જો મેદાન તૈયાર નહીં થાય તો... જો કાદવ નહીં સૂકાય તો...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
29 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિના 9 દિવસ યુવક-યુવતીઓ ગરબે ઘુમવા માટે થનગની રહ્યાં છે. પરંતુ વરસાદના વિઘ્ન વચ્ચે શહેરનાં મોટાભાગનાં મેદાનો ગરબા રમાડાય તે માટે તૈયાર થયાં નથી. જેના પગલે પ્રથમ નોરતે ગરબાનું આયોજન થશે કે કેમ ? તે અંગે આયોજકો અસમંજસમાં મુકાયા છે. જોકે બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની રહી છે. જેના પગલે 2 ઓક્ટોબર સુધી વડોદરામાં વરસાદી ઝાપટાં પડી શકશે.વડોદરા શહેરમાં કુલ 15 મોટા આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં યુનાઈટેડ-વે, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ,અકોટા-બીટા, હેરિટેઝ ગરબાનો સમાવેશ થાય છે. નવરાત્રીના અેક દિવસ અગાઉ તમામ આયોજકોઅે બોર્ડ બેઠક બોલાવી હતી. જેમાં નવરાત્રમાં વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓ માટે ગરબાનું મેદાન કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગે વિચાર-વિમર્શ ચાલ્યો હતો. જ્યારે મોટા આયોજકોઅે સાંજે 5 વાગે વરસાદ વરસીને બંધ થઈ જશે તો 3 કલાકમાં મેદાન ખેલૈયાઓ માટે રમવાયોગ્ય કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

શારદીય નવરાત્રીનો રવિવારના રોજ થી પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે નવરાત્રીના 9 દિવસ શહેરમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ગરબાનો લાભ લઈ વિધર્મીઓ હિંદુ યુવતીઓને ફોસલાવી લવજેહાદ કરતા હોય છે. જેને અટકાવવા માટે ગરબામાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ અપાશે તેમ હિન્દુ જાગરણ મંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.હિન્દુ જાગરણ મંચના જણાવ્યા અનુસાર, નવરાત્રમાં પોલીસ સાથે રહીને દરેકનું આઈડી ચેક કરીશું. જેથી કોઈ વિધર્મી ગરબામાં ઘુસી જઈ શકે નહી. જ્યારે પાર્કિંગની જગ્યાઅે, ગરબામાં તેમજ બાઉન્સર્સમાં પણ હિંદુ ભાઈ-બહેનોને જ તહેનાત કરાશે.

વરસાદ લાવતી લો પ્રેશર સિસ્ટમ સામે ગરબાપ્રેમીઓનો જુસ્સો હાઇ
વરસાદને પણ ગોળ ઘુમરડી ફેરવવા વડોદરાનું યાૈવન તૈયાર ... ગરબા અંગે અાયોજકો અને ખેલૈયાઅોનો ઉત્સાહ અકબંધ
વરસાદની વચ્ચે ગરબા અાયોજકોને ગરબા કરવા કે નહીં ? તે ચિંતા છે ત્યારે ગરબે ધૂમવા થનગનતુ શહેરનું યૌવન અેક સમયે વરસતા વરસાદમાં પણ જો ગરબા રમાડે તોપણ ચાચર ચોકમાં ગરબે ધૂમવા તૈયાર હોવાનો સૂર પુરાવ્યો છે. વરસાદને પણ ગોળ ઘુમરડી ફેરવવા કલાનગરીની યુવતીઅો થનગની રહી છે. સાથે વિદેશથી અાવનાર યુવતીઅોનો પણ ઉત્સાહ અકબંધ છે.

અાયોજકો
બંધ નથી,વરસાદ નહીં પડે તો રમાડીશું
બોર્ડ બેઠકમાં નિર્ણય કરાયો છે કે,પ્રથમ નોરતે ગરબા બંધનું અેલાન નહીં અપાય. રવિવારે વરસાદ નહીં હોય તો ગરબા રમાડવામાં આવશે. રશ્મીકાંત જોષી, આયોજક,બીટા-અકોટા

ખેલૈયા માટે ગ્રાઉન્ડ તૈયાર કરી દેવાયું છે
પ્રથમ નોરતાંમાં ખેલૈયા ગરબા રમી શકે તે માટે ગ્રાઉન્ડ તૈયાર કરી દેવાયું છે. જો ગરબાના સમયે વરસાદ વરસશે તો ગરબા નહીં કરી શકીઅે. યોગેન્દ્ર ગાયકવાડ,હેરિટેજ ગરબા

વરસાદ પડશે તો પણ વાંધો નહીં આવે
મેદાનને ખેલૈયાઓ માટે તૈયાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે વરસાદ પડશે તોપણ મેદાનને થોડા સમય બાદ રમવા માટે તૈયાર કરી દેવામાં આવશે. જયેશ ઠક્કર, માં શક્તિ ગરબા

વરસાદના વિઘ્ન સામે મેદાન સજ્જ છે
ખેલૈયાઓ માટે ગરબાનું ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે. પ્રથમ નોરતે વરસાદ પડશે તોપણ મેદાનને થોડા સમયમાં ખેલૈયાઓ માટે તૈયાર કરી દેવાશે. મયંક પટેલ, આયોજક, વીએનએફ

ગરબા જો અને તો પર નિર્ભર
ખેલૈયાઓ
કંઈપણ થાય, ગરબા તો રમવાના જ
20 વર્ષથી હું ગરબા રમી રહી છું. અા વખતે વરસાદને કારણે થોડું અપસેટ થઇ જવાયું છે. પરંતુ કાંઇ પણ થાય, ગરબા રમવાના જોશમાં ખોટ નહીં અાવે . રોશની બ્રહ્મભટ્ટ, વડોદરા

જેટલા દિવસ રમવા મળે તે મહત્ત્વનંુ છે
 ન્યુઝીલેન્ડથી અાવ્યા પછી વરસાદની ખબર પડી. જેટલા દિવસ ગરબા રમવા મળે તે અગત્યનું છે.વરસાદને લીધે ગરબાના ઉત્સાહમાં કોઇ ફેર નહીં પડે. નિશિતા કપૂર , ન્યુઝીલેન્ડ

વરસાદમાં પણ ગરબા રમાડશે તો રમીશું
 વરસાદમાં પણ જો ગરબા રમાશે તો રમીશું, અમારા ઉત્સાહમા કોઇ ઘટાડો થયો નથી. બસ ગરબા અાયોજકો ગરબા રમાડવા જોઇઅે. અાયુષી પઢારીયા, સ્ટુડન્ટ

ગરબા રમવાનો ઉત્સાહ તો અકબંધ છે
ગરબા અંગે અમને તો કાયમ ઉત્સાહ હોય. વરસાદ અંગે ચિંતા છે. ભગવાનને પ્રાથના કરીઅે કે વરસાદ અટકાવે ,બાકી ઉત્સાહ તો અકબંધ છે. ધ્વનિ દુમલ , નૃત્યાંગના

¾ વડોદરા, રવિવાર, 29 સપ્ટેમ્બર, 2019 | 2

બંદોબસ્ત જાળવવા સાથે પોલીસની સુવિધા
ખેલૈયાઓનું વાહન કીચડમાં ફસાય તો કાઢવા 6 ક્રેન તૈનાત
વડીલો, મહિલાઓ, બાળકોને ગરબા પૂરા થયા બાદ ઘરે જવાની વ્યવસ્થા ન હોય તો કંટ્રોલ ફોન કરશે તો પોલીસ મુકી જશે
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

ગરબા રમવા જાવ અને વરસાદના કારણે થયેલા કીચડમાં તમારી કાર ફસાઇ જાય તો ચિંતા કરશો નહીં, પોલીસ તમારી કાર કાઢવા પણ સુસજ્જ છે. મોટાં ગરબા ગ્રાઉન્ડો બહાર સાંજથી જ પોલીસની 6 ક્રેઇનો ગોઠવાઇ જશે જે કીચડમાં કાર ફસાઇ જશે તો તેને બહાર કાઢવામાં મદદ કરશે તેમ પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું છે. નવરાત્રિ મહોત્સવને પગલે પો. કમિશ્નરે શનિવારે અધિકારીઓ સાથે મિટિંગ કરી કાયદો અને વ્યવસ્થાને લગતી સૂચના આપી હતી. 2000 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં ખડેપગે રહેશે.ખાસ કિસ્સામાં વડીલો, મહિલાઓ તેમજ બાળકો પાસે ગરબા પૂરા થયા પછી વાહનની વ્યવસ્થા ન હોય તો કંટ્રોલરૂમના નંબર 100 પર કોલ કરતાં તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડાશે.

સાવચેતી માટે પોલીસની 11 ટિપ્સ
1 અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરવાનું ટાળો

2 મોબાઇલ નંબર વિશ્વસનીય વ્યક્તિઓને જ આપો.

3 સોશિયલ નેટવર્કિંગ સાઇટથી મળેલી વ્યક્તિને ન મળવું

4 તમારો નિયમિત પીછો કરતી વ્યક્તિની પોલીસને જાણ કરો

5 ગરબા હંમેશાં પરિચિત ગ્રૂપમાં જ રમો.

6 નવરાત્રિની સમય મર્યાદામાં જ પોતાના ઘરે પાછાં ફરો.

7 ઉતાવળમાં અજાણી વ્યક્તિની લિફ્ટ ન લેવી.

8 કોઇપણ વ્યક્તિ સાથે એકાંત કે અવાવરુ જગ્યાએ ન જાવ.

9 તમારો જવાઆવવાનો માર્ગ હંમેશાં ભીડભાડવાળો હોવો જોઇએ.

10 અજાણી વ્યક્તિ તમારું છૂપા કેમેરાથી શૂટિંગ ના કરે તેની કાળજી રાખવી.

11 મુશ્કેલીમાં 100 નંબર કે મહિલા હેલ્પ લાઇન પર ડાયલ કરી પોલીસની મદદ મેળવો.

અન્ય સમાચારો પણ છે...