તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Ib39s Intelligence Of The Biggest Terrorist Attack On Railway Stations 040656

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે સ્ટેશનો પર સૌથી મોટા આતંકી હુમલાની IBની બાતમી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પછી ગુજરાત રાજ્યના રેલવે સ્ટેશનો સહિતના પબ્લીક પેલેસ પર આતંકવાદીઓ ઇતિહાસનો સંભવિત સૌથી મોટો આતંકવાદી હુમલો કરી શકે છે એવા આઈબીના ઇનપુટ બાદ સુરત રેલવે સ્ટેશન પર તમામ શકમંદોને તપાસાઇ રહ્યા છે. આરપીએફ મુંબઈ દ્વારા અમદાવાદ, મુંબઈ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને રતલામ રેલવે ડિવિજનને પત્ર લખીને એલર્ટ રહીને તકેદારી રાખવા ખાસ સુચના આપી છે. પત્રમાં લખ્યું છે કે 14 ફેબ્રુવારીના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ જે આઈબીના ઇનપુટ મળ્યા છે તે મુજબ ગુજરાત રાજ્યના પબ્લીક પ્લેસ,રેલવે સ્ટેશન,મંદિરો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને ધ્વસ્ત કરવા માટે મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરીને ઇતિહાસનો સૌથી મોટો આતંકવાદી હુમલો થવાની સંભાવના છે. જેમાં એક વ્યકિત હૈદરાબાદનો મોહમદ ઇબ્રાહિમ નામનો વ્યક્તિ છે. જે પુલવામાં એટેકમાં પણ સંડોવાયેલો છે.બીજો એક સુસાઇડ બોમ્બરનું નામ રેહાન છે. તેની સાથે એખ વૃદ્ધ મહિલા પણ જોડાયેલી છે. તેમનું ટારગેટ રેલવે સ્ટેશન છે. આ લોકો મસુદ અજહરના આતંકવાદી ગૃપ સાથે જોડાયેલા છે. ઉપરોક્ત ઇનપુટના આધારે આધારે સુરત રેલવે સ્ટેશન પર તકેદારી રાખીને રેલવે સ્ટેશને તપાસ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો