હું લખતો નથી, વલ્લભ લખાવે એમ કરતા સૌની પાસે લાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો. સતીન દેસાઇ રચિત ‘પ્રેમાયન’ નું લોકાર્પણ
Book Launch સિટી રિપોર્ટર . વડોદરા

સૂર સમન્વય ફાઉન્ડેશન અને શબ્દસેતુનાં સંયુક્ત ઉપક્રમે શાયર ડો. સતીન દેસાઇ ‘પરવેઝ’ રચિત 350 પુષ્ટિ માર્ગીય ગઝલોનો ગ્રંથ ‘પ્રેમાયન’ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ સમારોહમાં શબ્દસેતુનાં સ્થાપક પ્રમુખ સુંદરમ ટેલરે અભિવાદન વક્તવ્યમાં સર્જક સતીન દેસાઇની માતા કુસુમબાની પ્રેરણા થકી સર્જાયેલ પ્રેમાયન ગ્રંથને પુષ્ટિ ભક્તિનો અદ્વિતિય ગઝલ સંગ્રહ ગણાવ્યો હતો. ગ્રંથનું મંગલાર્પણ કરતા દ્વારકેશલાલજી મહારાજે જણાવ્યું હતું કે, શ્રીમદ વલ્લભાચાર્યનાં પુષ્ટિ સાહિત્યનાં 500 વર્ષનાં ઇતિહાસમાં કિર્તન સંગ્રહ, પદ સંગ્રહ, ભજનો જેવી અનેક કૃતિઓ સર્જાઇ છે. પણ પુષ્ટિ ભક્તિનો ગઝલગ્રંથ પ્રથમવાર રચાયો છે. સર્જક ડો. સતીન દેસાઇએ જણાવ્યું હતું કે, કુસુમબા પુષ્ટિમાર્ગીય ભક્ત હતા. એમની મહેચ્છા હતી કે પુત્ર સતીન પુષ્ટિ માર્ગ પર ગઝલ સર્જન કરે માટે મેં રચના કરી છે.

અન્ય સમાચારો પણ છે...