- Gujarati News
- National
- Vadodara News Humanitarian Spirit Of Vadodara Crocodiles At The Sculpture Exhibition 074528
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાના મગરોની માનવીય ભાવના ઉજાગર કરતું શિલ્પ એક્ઝિબિશનમાં
દિવસ દરમ્યાન એક વખત રિલેક્સ થવું જરૂરી
મધુલિકા ઝાએ જણાવ્યું હતું કે અ ડે ઈન લાઈફ થીમ અંતર્ગત મેં ત્રણ લોકોને કામ પતાવ્યા પછી શાંતિથી બેઠા બેઠા વાતો કરતા દર્શાવ્યા છે. માણસ ગમે તેટલું આગળ વધે પણ જો તેને શાંતિ નહિ મળે તો તે ક્યારેય આગળ નહિ વધે. એક વસ્તુ સ્પષ્ટ છે આપણે જીવનમાં શાંતિ માટે પ્રયત્ન કરવો જોઈએ.
પક્ષીની જેમ માણસને ફ્રીડમ આપવી જોઈએ
અક્ષય બંચારીએ જણાવ્યું હતું કે બ્રાસ અને ભંગારનો ઉપયોગ કરીને ફ્રીડમ શીર્ષક હેઠળ આર્ટવર્ક બનાવ્યું છે. જેમ ઉત્તરાયણમાં પતંગને આકાશમાં ઉડવા દઈએ છીએ તેવી રીતે માણસને પણ ફ્રીડમ આપવી જોઈએ. જેને કારણે માણસ પોતાનું કાર્ય સુંદર રીતે કરી શકે, અને સમાજને ફાયદો અપાવી શકે.
પ્રવિણકુમાર બિંદેએ જણાવ્યું હતું કે વાઈલ્ડ એનિમલમાં પણ જીવ હોય છે, માટે મેં વાઈલ્ડ એનિમલને હ્યુમન ફિગર આપી છે. વાઈલ્ડ એનિમલમાં પણ માનવીય ભાવના હોય છે. વડોદરા શહેર મગરના કારણે ઓળખાય છે અને તેથી મગરની હ્યુમન ફિગર બનાવીને એક્ઝિબિશનમાં એક્ઝિબીટ કરી હતી.
જંગલી પ્રાણીઓમાં પણ માનવીય ભાવનાઓ રહેલી હોય છે
art exhibition
સિટી રિપોર્ટર . વડોદરા
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ ખાતે આવેલા એક્ઝિબિશન હોલમાં સ્કલ્પ્ચરના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓના આર્ટવર્કનું એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. તારીખ 12થી 14 માર્ચ દરમ્યાન ચાલનારા અષ્ટવક્ર એક્ઝિબિશન વિશે માહિતી આપતા આર્ટિસ્ટ પ્રવિણકુમાર બિંદે જણાવ્યું હતું કે, 8 વિદ્યાર્થીઓ દ્વારા 35થી વધુ આર્ટવર્ક વર્ષ દરમ્યાન અભ્યાસના ભાગરૂપે બનાવવામાં આવ્યા હતા. જેને ત્રણ દિવસ એક્ઝિબીટ કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશન દ્વારા ફેકલ્ટી વિદ્યાર્થીઓમાં રહેલી યોગ્યતાને લોકો સુધી પહોંચાડવાનો વિદ્યાર્થીઓને અવસર આપે છે. જેથી વિદ્યાર્થીને પણ માર્કેટ અને લોકોની ડિમાન્ડનો ખ્યાલ આવી શકે.