તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈમર્જિંગ ટ્રેન્ડ ઇન HRMના વિષયે ઍચઆર ગપશપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Hr Talk સિટી રિપોર્ટર . વડોદરા

સોસાયટી ઓફ હ્યૂમન રીસોર્સ પ્રોફેશનલ્સ (SHRP) દ્વારા ક્રાઉન ઍચઆર સર્વિસીસના સહયોગથી રવિવારને તારીખ 29 સપ્ટેમ્બર 2019ના રોજ સવારના 10 થી બપોરના 12 કલાક દરમ્યાન સ્ટેશન નજીક આવેલ હોટેલ યુવરાજ ખાતે ઈમર્જિંગ ટ્રેન્ડ ઇન HRMના વિષયે ઍચઆર ગપશપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દીપક ગ્રૂપના વાઇસ પ્રેસિડન્ટ અને હેડ અને કોર્પોરેટ ઍચઆર ડો. પ્રશાંત રાવ ઉપસ્થિત રહેશે. આ સાથે SHRP દ્વારા શહીદ સંજય સાધુ અને આરિફ પઠાણને ‘વડોદરા નું ગૌરવ’ પુરષ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. રવિવારના રોજ પહેલું નોરતું હોવાથી બિનીતા અને કેયુર ભટ્ટ દ્વારા રાસ ગરબાનું લાઈવ પરફોર્મન્સ આપવામાં આવશે. જેમાં ઍચઆર પ્રોફેશનલ્સ તેમજ વિધ્યાર્થીઓ નિઃશુલ્ક લાભ લઇ શકશે તેમ SHRPના કમિટી મેમ્બર હિરેન શાહ અને આશિષ સોનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...