• Gujarati News
  • National
  • Vadodara News How Will The 39clean39 Ranking Improve Drainage Waste Is Kept On The Road For Days 073537

‘સ્વચ્છ’ રેન્કિંગ કેવી રીતે સુધરશે ? ડ્રેનેજનો કચરો દિવસો સુધી રસ્તા પર જ રખાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દ વિજય જિમખાનાથી રાજમહેલના પહેલા ગેટ સુધી પાંચેક જગ્યાએ અને કોર્પોરેશનનો રસ્તો બતાવતા સાઇન બોર્ડની નીચે પણ કચરો જોઇ શકાય છે.

ડીબીસ્ટાર રિપોર્ટર | વડોદરા

સ્વચ્છ સર્વેક્ષણ રેન્કિંગમાં 79માં ક્રમે પછડાયા બાદ પણ રસ્તાઓની સફાઇના મુદ્દે હજી પણ બેદરકારી રાખવામાં આવી રહી છે. ડ્રેનેજની સફાઇ બાદ તેનો કચરો ડ્રેનેજના ઢાંકણની પાસે જ દિવસો સુધી મૂકી રાખવામાં આવે છે. જેને લીધે આ કચરો કાંતો ફરી ડ્રેનેજમાં જ જતો રહે છે અથવા સૂકો થયા બાદ રસ્તા પર ફેલાય છે. ગુરુવારે પેલેસથી કીર્તિ સ્તંભ જવાના વળાંક પર પાલિકાનો રસ્તો બતાવતા બોર્ડ અને તેની આસપાસ ડ્રેનેજમાંથી કઢાયેલો કચરો ઊઠાવાયો નથી. અા રસ્તે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના વાહનો સહિત દરરોજ હજારો વાહનો પસાર થાય છે. આ ઉપરાંત વાસણા રોડ વિસ્તારમાં પણ મેઇન રોડ પરથી કેટલાય દિવસો સુધી ડ્રેનેજના ઢાંકણની બહાર કચરો પડ્યો રહ્યો હતો. દિવાળીપુરા વિસ્તારની અનંત પાર્ક, રાજહંસ ફ્લેટ્સ અને રિજન્ટ એવન્યૂ સહિતના રસ્તાઓ પર પણ આ જ સમસ્યાને લીધે કચરો ફેલાઇ રહ્યો છે. આ વિસ્તારના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડ્રેનેજમાંથી કોર્પોરેશન કચરો કાઢે છે પણ આ કચરો ફરી ડ્રેનેજમાં જતાં રૂપિયા ખર્ચીને સફાઇ કરાવવી પડે છે.

કોર્પોરેશનના મેદાનમાં 12 વર્ષથી ઠલવાતો કચરો
દિવાળીપુરાના વોર્ડ નં.6માં અનંતપાર્ક, રવિપાર્ક અને માનવમંદિર સોસાયટીની વચ્ચે કોર્પોરેશનનું એક મેદાન છે. આ મેદાનમાં આસપાસની સોસાયટીના લોકો નિયમિતપણે કચરો અને કાટમાળ નાંખી રહ્યાં છે. આ વિસ્તારના લોકો વોર્ડ 6માં ફરિયાદ કરે છે પણ વોર્ડ ઓફિસનું તંત્ર કામગીરી કરતું નથી એવું લોકોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...