તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 વર્ષમાં કેટલા વિદ્યાર્થીના આપઘાત? માહિતી મંગાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના આધારે છેલ્લાં ત્રણ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેની માહિતી શાળાઓ પાસેથી મંગાવવામાં આવી છે.

વડોદરા ડીઇઓકચેરી દ્વારા શહેરની તમામ સ્કૂલો પાસેથી છેલ્લાં ત્રણ વર્ષમાં તેમની શાળાના કોઇ વિદ્યાર્થીઅે આત્મહત્યા કરી છે કે નહિ તેની વિગતો મંગાવી છે. કેટલા વિદ્યાર્થીઓએ 2017-18થી 2019-20 સુધીમાં આત્મહત્યા કરી છે તે વિશેની માહિતી લોકસભાની પ્રશ્નોત્તરીમાં માગવામાં આવી છે. સમગ્ર ભારતમાંથી આ માહિતી માગવામાં આવી છે. જેના પગલે ડીઇઓ કચેરીએ શહેરની તમામ શાળાઓ પાસે છેલ્લાં ત્રણ વર્ષમાં આત્મહત્યાના કેટલા બનાવો બન્યા છે તેની વિગતો માગી છે. ઉલ્લેખનીય છે કે ભણતરના વધી રહેલા ભારના પગલે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવો વધી ગયા છે જે સમાજ માટે લાલબત્તી સમાન છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પહેલાં કાઉન્સેલિંગ સેશન સહિત પત્ર લખીને પણ વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવે છે. જોકે તેમ છતાં પણ ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...