તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News How Many Schools Have Cctv Education Department Should Ask For Information 073632

કેટલી શાળાઓમાં CCTV છે? શિક્ષણ વિભાગે માહિતી મંગાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓની સલામતી માટે સીસિટીવી કેમેરા લગાવવા માટે હાઇકોર્ટમાં થયેલી પીઆઇએલ સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓ પાસે સીસિટીવીની માહિતી મંગાવી છે.

શાળાઓમાં બાળકોની સલામતી જળવાઇ રહે તે માટે સીસિટીવી કેમેરા ફરજયાત કરાયા છે. ત્યારે શહેર-જિલ્લાની મોટાભાગની શાળાઓમાં સીસિટીવી કેમેરાથી સજ્જ કરાઇ છે. હાઇકોર્ટમાં વિદ્યાર્થીઓની સલામતી માટે સીસિટીવી સંદર્ભે પીઆઇએલ દાખલ કરાઇ છે. સરકાર દ્વારા તમામ માહિતી સાથે 30મી એપ્રિલના રોજ હાજર થવાનું છે તે પહેલા રાજયની તમામ સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓ પાસે સીસિટીવી કેમેરાની માહિતીઓ માંગી છે. 20મી એપ્રિલ સુધીમાં તમામ શાળાઓએ કચેરીને ઇ-મેઇલ દ્વારા મોકલી આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે શહેર-જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ, ગ્રાન્ટ ઇન એઇડ તથા ખાનગી શાળાઓ મળીને 600થી વધારે શાળાઓ આવેલી છે. આ તમામ શાળાઓ પાસેથી સીસિટીવી કેમેરાની માહિતી મંગાવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...