તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિક્ષુક ગૃહની જગ્યા પાલિકાને મળતાં હવે આવાસો બનાવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના હરણી-વારસિયા રોડ પર આવેલ સંજયનગરના સ્થાને નવીન આવાસ યોજના શરૂ કરવાની હતી. જોકે જે જગ્યા પર બાંધકામ થવાનું હતું તે રાજ્ય સરકાર હસ્તક હતી અને ભિક્ષુક ગૃહની જમીન હોવાથી પાલિકા દ્વારા બિલ્ડરને રજાચિઠ્ઠી આપવામાં ના આવતાં સમગ્ર પ્રોજેકટ અભરાઈએ ચડી ગયો હતો. જોકે રાજ્ય સરકાર દ્વારા પાલિકાને ભિક્ષુક ગૃહની જમીન આપવાનો નિર્ણય કરાતાં આવાસ યોજના માટેનો માર્ગ મોકળો બની જવા પામ્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંજયનગર ખાતે 2608 આવાસો બનાવવામાં આવનાર હતા. જોકે તે જગ્યા રાજ્ય સરકાર હસ્તક ભિક્ષુક ગૃહની માલિકીની હતી. જેના પગલે ભારે વિવાદ થયો હતો અને બિલ્ડરને આવાસ યોજના માટે રજાચિઠ્ઠી મળી ના હતી. 2017ના મે મહિનામાં સંજયનગરના આવાસો તોડી પાડવામાં આવ્યા બાદ યોજના આગળ વધી ના હતી. સંજયનગરના રહીશોને 1841 જેટલા આવાસો આપવાના હતા. અન્ય આવાસો તિવારીની ચાલમાં રહેતા રહીશોના ફાળે જતા હતા. બાંધકામ અટકી પડતાં અનેક વાર સંજયનગરના રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જે ભાડું ચૂકવવામાં આવતું હતું તે પણ સમયસર આપવામાં ના આવતું હોવાની અનેક રજૂઆતોના પગલે છેલ્લાં બે વર્ષથી સંજયનગર આવાસ યોજના વિવાદમાં સપડાયેલી હતી.

જોકે આખરે રાજ્ય સરકાર દ્વારા ભિક્ષુક ગૃહની જમીન પાલિકાને આપવાનો નિર્ણય કરાતાં રજાચિઠ્ઠીનો માર્ગ મોકળો બની ગયો છે. હવે અાગામી સમયમાં બાંધકામ શરૂ થાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. આ સંબંધમાં વિવિધ મુદાઓ અને શકતાઓને ચકાસાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો