તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોટલોના કિચન વેસ્ટના નિકાલ માટે ઇજારો અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં આવેલી હોટલ-રેસ્ટોરેન્ટસ-વાડી-કેન્ટીનોમાંથી ઉત્પન્ન થતા કિચન વેસ્ટનો નિકાલ કરવા માટે ડોર ટુ ડોરની માફક વાહન પૂરા પાડવાની ભલામણને સ્થાયી સમિતિએ મંજુરી આપી છે.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ શહેરના હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના ધંધાદારીઓ, લગ્નવાડી,હોલ, મોલ, કેન્ટીન, ખાણીપીણીની સુવિધા ધરાવતા સરકારી-ખાનગી એકમો, શૈક્ષણિક સંકૂલો જેવા બિન રહેણાંક એકમોમાં ઉત્પન્ન થતા કિચન વેસ્ટ(ખાદ્ય પદાર્થનો કચરો) એકઠો કરી નિકાલ કરવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેના માટે ચાર એજન્સીના ટેન્ડર આવ્યા હતા અને ક્રાઇટેરિયા મુજબ બે ભાવપત્રો ખોલવામાં આવ્યા હતા.

જેમાં, એક એજન્સીનો ભાવ 90 પૈસા પ્રતિ કિલો અને બીજી એજન્સીનો ભાવ 93 પૈસાા પ્રતિ કિલોનો રહેતા લોએસ્ટ ભાવવાળા 90 પૈસા પ્રતિ કિલોવાળી એજન્સીને ઇજારો આપવા ભલામણ કરાઇ હતી. જેને સતીષ પટેલના અધ્યક્ષપદે મળેલી સ્થાયીની બેઠકમાં ચર્ચા બાદ મંજુરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...