હિપો ચુન્નુ 36 દિવસ પહેલાં મર્યો, પણ માય વડોદરા એપમાં ‘જીવે’ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમાટીબાગના ઝૂમાં નર હિપોપોટેમસ ચુન્નુનું મોત 4 એપ્રિલે માદા ડિમ્પી સાથેની અથડામણમાં થયું હતું. આજે તેના મોતને 36 દિવસ જેટલો સમય થઇ ગયો છે પણ સ્માર્ટ સિટી વડોદરાની માય વડોદરા એપમાં ચુન્નુ હજી ‘જીવે’ છે. આ એપમાં કમાટીબાગ ઝૂના પ્રાણીઓની માહિતી આપવામાં આવી છે. આ માહિતીમાં કમાટીબાગમાં ડિમ્પી (ફિમેલ) અને ચુન્નુ(મેલ)ના નામો આપ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...